હવે લગ્ન કરીને માતા બનવા ઇચ્છે છે કંગના રનૌત
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના અભિનય કરતાં વધુ તેના કોન્ટ્રોવર્સી માટે માટે પ્રખ્યાત છે. કંગના દરરોજ પોતાના નિવેદનોને લઈને ચર્ચાનો વિષય બને છે.
જાે કે એક્ટ્રેસની સૌથી મોટી ક્વોલિટી એ છે કે તે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાં પણ પોતાના પરિવાર માટે સમય કાઢે છે. તે તેના અંગત જીવન પર પણ હૃદયસ્પર્શી શબ્દો શેર કરવામાં ક્યારેય અચકાતી નથી. આવી સ્થિતિમાં, એક સમયે અભિનેત્રીએ તેના લગ્નને લઇને કેટલાક ફની ખુલાસા કર્યા હતા, જેની ચર્ચા આજે પણ થાય છે.
કંગના રનૌતે ૧૮ વર્ષની ઉંમરે અનુરાગ બાસુની ફિલ્મ ગેંગસ્ટરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીની તેની લાંબી કારકિર્દીમાં કંગનાએ ‘તનુ વેડ્સ મનુ’, ‘ક્રિશ ૩’ અને ‘ક્વીન’ જેવી ફિલ્મો કરી છે અને ચાર વખત નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે.
તમને યાદ કરાવીએ કે કંગનાને તેની ફિલ્મ ‘ફેશન’ માટે ૨૦૦૮માં પહેલો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તે પછી ૨૦૧૪ માં, તેને તેની ફિલ્મ “ક્વીન” માટે બીજાે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, જે શ્રેષ્ઠ અભિનેત્રીનો હતો. ૨૦૧૫માં કંગનાને ‘તનુ વેડ્સ મનુ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.
૨૦૨૧ માં ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી’ અને ‘પંગા’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ‘કોન્ટ્રોવર્સી ક્વીન’ કહેવાતી કંગના ૨૩ માર્ચે પોતાનો ૩૫મો જન્મદિવસ ઉજવશે. કંગનાનો જન્મ ૨૩ માર્ચ ૧૯૮૭ના રોજ હિમાચલ પ્રદેશમાં થયો હતો.
કંગના ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના સોશિયલ એકાઉન્ટ પર તેના પરિવારની તસવીરો શેર કરે છે અને તેના પ્રોજેક્ટ્સ અને અન્ય બાબતોને અપડેટ કરતી રહે છે. કંઈક આવું જ વર્ષ ૨૦૨૧ માં, જ્યારે તેને ઇન્ટરવ્યૂ દરમિયાન આગામી ૫ વર્ષ માટે તેની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે તે આગામી પાંચ વર્ષમાં પોતાને એક પત્ની અને માતા તરીકે જાેવા માંગે છે.
અભિનેત્રીએ કહ્યું હતું કે આવનારા ૫ વર્ષમાં હું ચોક્કસપણે લગ્ન કરવા અને બાળકો પેદા કરવા ઈચ્છું છું. જાેકે, જ્યારે તેને તેના પાર્ટનર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ટૂંક સમયમાં જ ખબર પડી જશે. તમને યાદ કરાવી દઈએ કે ગયા વર્ષે જ્યારે કંગના તેની ફિલ્મ ‘થલાઈવી’ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી હતી. ત્યારે પણ અભિનેત્રીએ તેના જીવન સાથી વિશે રમુજી વાતો કહી હતી.
તેણે કહ્યું કે તેને કેવો બોયફ્રેન્ડ જાેઈએ છે. શોમાં કપિલ શર્માએ કંગનાને બે પ્રકારના ઓપ્શન આપ્યા હતા જેમાં ‘ઈલેન્ટ’ અને ‘ટોકિંગ’ સામેલ છે. તે દરમિયાન કંગનાએ કહ્યું હતું કે તેને એક એવા બોયફ્રેન્ડની જરૂર છે જે મૌન રહેતો હોય કારણ કે તેને બોલવાનું પસંદ છે અને જે લોકો તેને સાંભળે છે તે ખૂબ સારા છે.SSS