હવે વડાપ્રધાન સમગ્ર દેશને આ કુવામાં ધકેલી દેશે: રાહુલ ગાંધી
નવીદિલ્હી, સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાનુનને લઇ કિસાનોને દિલ્હીની સીમા પર પ્રદર્શન ચાલુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કિસાનોને સમર્થન આપ્યું છે રાહુલ સતત કિસાનોના સમર્થનમાં સરકારને નિશાન પર લઇ રહ્યાં છે. આ કડીમાં રાહુલ ગાંધીએ આજે કહ્યું કે બિના ન્યુનતમિ સમર્થન મૂલ્ય અને એપીએમસીના બિહારના કિસાન ખુબ મુસીબતમાં છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને આ કુવામાં ધકેલી દેશે.
કોંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યું કે બિહારના કિસાન એમએસપી એપીએમસી વિના ખુબ મુસીબતમાં છે અને હવે વડાપ્રધાન દેશને આ કુવામાં ધકેલી દીધો છે આવામાં દેશના અન્નદાતાને સાથ આપવા અમારૂ કર્તવ્ય છે. રાહુલ ગાંધીએ કિસાન નેતાઓ અને કેન્દ્ર સરકારની વાતચીતને લઇને કહ્યું કે કૃષિ સંબંધી કાળા કાનુનોને પુરી રીતે રદ કરવાથી કાંઇ પણ સ્વીકાર કરવું કિસાનોની સાથે વિશ્વાસઘાત હશે.
એ યાદ રહે કે કૃષિ કાનુનની વિરૂધ્ધ કિસાનોને આજે ૧૦માં દિવસે વિરોધ જારી છે દિલ્હી સીમા પર કિસાન સંગઠનો અને સરકાર વચ્ચે વાતચીત થનાર છે. ગુરૂવારે ચોથા તબક્કાની વાતચીતમાં કોઇ સહમતિ બની ન હતી કિસાન સંગઠન કાનુનને પુરી રીતે પાછો લેવા મકકમ છે.તેના માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની પણ માંગ કરી છે.
બીજી તરફ કિસાનોના સમર્થનમાં અનેક હસ્તીઓએ પુરસ્કાર અને સમ્માન પાછા આપ્યા છે. ભારતને પહેલો ઓલંપિક મેડલ અપનાવનાર રાષ્ટ્રીય બોકસિંગ કોચ ગુરબકસ સિંહ સંધુએ કહ્યું કે જાે સરકાર કિસાનોની માંગ માનશે નહી ંતો તે દ્રોણાચાર્ય એવોર્ડ પરત કરશે સાહિહત્ય અકાદમી પુરસ્કાર જીતના ડો મોહનજીત ડો જસવિંદરસિંહ અને પંજાબી લેખત સ્વરાજબીરને પુરસ્કાર પાછા આપવાની જાહેરાત કરી છે.HS