હવે વીમા સેક્ટરનું પણ ખાનગીકરણ થશે
નવી દિલ્હી, રેલવે અને બેકિંગ પછી હવે કેન્દ્ર સરકાર વીમા ક્ષેત્રનું મોટે પાયે ખાનગીકરણ કરવાની તૈયારીમાં છે એવી જાણકારી મળી હતી. આ નીતિ હેઠવ વીમા ક્ષેત્રમાં માત્ર ચાર મોટી કંપનીઓ હોય એવું પગલું ભરવાનું તૈયારી થઈ રહી હતી. અત્યારે એલઆઈસી સહિત સાતેક કંપનીઓ આ ક્ષેત્રે કામ રહી હતી. રેલવે, ઓઈલ એન્ડ ગેસ, સંરક્ષણ, અવકાશ અને અણુશક્તિ ક્ષેત્રને પણ વ્યૂહાત્મક ક્ષેત્રમાં સમાવી લેવાની કેન્દ્રની યોજના હોવાનું એક અંગ્રેજી દૈનિકે જણાવ્યું હતું. અત્યારે કેન્દ્ર સરકારનું ધ્યાન રેલવેના ખાનગીકરણ પર છે. ખાનગી ટ્રેનો ઉપરાંત રેલવે સ્ટેશનોનું સંચાલન ખાનગી કંપનીઓને આપવાની તૈયારી ચાલી રહી હતી.
ઊર્જા સેક્ટરમાં પણ ખાનગીકરણ કરવાની હિલચાલ ચાલી રહી હતી. હાલ દેશની બીજા ક્રમની સૌથી મોટી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પાેરેશનની ૫૨ ટકાથી વધુ હિસ્સેદારી વેચવાની પ્રક્રિયા ચાલી રહી હતી. બેકિંગ સેક્ટરમાં તો એ પ્રક્રિયા ક્યારની ચાલી રહી હતી. અત્યાર અગાઉ નાની નાની બેંકોને વિલીન કર્યા બાદ હવે મોદી સરકાર સરકારી બેંકોની ભાગીદારી વેચવાના મૂડમાં છે. અગાઉ એવી જાહેરાત કરાઈ હતી કે સરકાર દેશમાં ફક્ત ચાર કે પાંચ બેંકો હોય એવો વિચાર ધરાવતી હતી. પરંતુ સોમવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ૨૩ સરકારી કંપનીઓમાં ભાગીદારી વેચવાની પ્રક્રિયા ચાલુ હતી. હકીકતમાં રેલવે અને બેકિંગ પછી હવે વીમા સેક્ટરમાં મોટે પાયે ખાનગીકરણ કરવાની સરકારની યોજના છે. એનો અમલ કઈ રીતે કરવો એની વિચારણા ચાલી રહી હતી. અન્ય કેટલાક ક્ષેત્રોને વ્યૂહાત્મક ક્ષેત્ર ટેગ લાગુ પાડવાની સરકારી નેમ છે એવું વિશ્વસનીય રીતે જાણવા મળ્યું હતું.