હવે વેબ સિરિઝ ‘મિરઝાપુર’નો વારો, સુપ્રીમ કોર્ટે નિર્માતાઓેને ફટકારી નોટિસ
નવી દિલ્હી, તાંડવ બાદ હવે વેબ સિરિઝ મિરઝાપુરનો વારો આવ્યો છે.તાજેતરમાં રિલિઝ થયેલી આ વેબ સિરિઝનો બીજો પાર્ટ ચર્ચામાં રહ્યો હતો.
તેની સામે પણ અમુક પ્રકારના દ્રશ્યોને લઈને હંગામો થયો હતો.એ પછી મિરઝાપુરના નિર્માતાઓ સામે જનહિતની અરજી સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવી છે.આ અરજી પર આજે થયેલી સુનાવણી બાદ સીરીઝના ડાયરેક્ટર, જે ઓટીટી પ્લેટફોર્મ પર આ સીરીઝ રીલીઝ થઈ છે તેને અને કેન્દ્ર સરકારને કોર્ટે નોટિસ ફટકારી છે.
તાજેતરમાં જ યુપીમાં મિરઝાપુર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.મિરઝાપુર પર પણ તાંડવની જેમ ધાર્મિક લાગણી દુભવવાનો આરોપ મુકવામાં આવ્યો છે.એવુ કહેવાયુ છે કે, આ સીરીઝમાં પણ ધર્મ વિરોધી દ્રશ્યો બતાવાયા છે.આ કેસના સંદર્ભમાં મિરઝાપુર પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ છે.જયાં સિરિઝના નિર્માતાઓની પૂછપરછ કરવામાં આવશે.
આ સિરિઝ રીલીઝ થઈ હતી ત્યારે મિરઝાપુરના સાંસદ અનુપ્રિયા પટેલે પણ ફરિયાદ કરી હતી કે, આ સિરિઝથી મિરઝાપુરની છબી ખરાબ કરવમાં આવી છે.તેમણે તો આ સિરિઝ પર બેન લગાવવાની માંગ કરી હતી.