Western Times News

Gujarati News

હવે વોટસસેપથી બૂક કરી શકો છો એલપીજી સિલિન્ડર

મુંબઇ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે ગ્રાહકોની સુવિધા માટે દેશભરમાં વોટ્‌સએપ દ્વારા રસોઇ ગેસ બુકિંગ કરવાની સુવિધાની જાહેરાત કરી છે. કંપનીના ૭.૧૦ કરોડ એલપીજી ગ્રાહક છે. બીપીસીએલએ કહ્યું કે, ભારત ગેસનાં દેશભરમાં જ્યાં પણ રહેતા હોય તેવા ગ્રાહક વોટસેપp દ્વારા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરી શકશે. કંપનીએ કહ્યું છે કે, તેમણે સિલિન્ડર બુકિંગ માટે એક નવા વોટસેપ બિઝનેસ ચેનલની શરૂઆત કરી છે.

કંપનીએ વધુમાં જણાવ્યું કે, વોટસેપ પર આ બુકિંગ બીપીસીએલ સ્માર્ટલાઇન નંબર ૧૮૦૦૨૨૪૩૪૪ પર ગ્રાહકનાં કંપનીને આપેલા અધિકૃત મોબાઇલ નંબરથી થઇ શકે છે. બીપીસીએલનાં અરૂણસિંહે જણાવ્યું કે, વોટસેપથી એલપીજી બુકિંગ કરવાનાં પ્રાવધાનથી ગ્રાહકોને સરળતા રહેશે. વોટસેપ વાપરવું લોકો વચ્ચે ઘણું સામાન્ય બની ગયું છે. યુવાન હોય કે વૃદ્ધ બધા આ એપ સરળતાથી વાપરે છે. આ નવી શરૂઆતથી અમે ગ્રાહકોની નજીક પહોંચીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.