Western Times News

Gujarati News

હવે વોર ફિલ્મની સફળતા બાદ વાણીની ચર્ચાઓ શરૂ

મુંબઇ, ખુબસુરત અને સેક્સી સ્ટાર વાણી કપુરનુ રિતિક રોસન સાથે કામ કરવાનુ સપનુ પૂર્ણ થયુ છે. તે વોર ફિલ્મમાં તેની સાથે નજરે પડી ચુકી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. ફિલ્મે હજુ સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ બનવામાં સફળતા મેળવી લીધી છે. વાણી કપુરને હાલમાં ફિલ્મો હાથ લાગી રહી ન હતી. જા કે હવે તેની પાસે ફિલ્મો આવી ગઇ છે. તે કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

બોલિવુડમાં હાલમાં તેની ચર્ચા સૌથી વધારે છે. તેની કેરિયરમાં હવે નવો વળાંક આવી શકે છે. કેટલીક મોટી ફિલ્મોની ઓફર તો તેની પાસે આવી પણ ચુકી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે.

આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે. બેફિક્રેમાં નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે અફવા સાચી પડે અને તે આગામી સમયમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરી શકે. બેફિક્રે ફિલ્મને મળેલા પ્રતિસાદ અંગે વાત કરતા વાણીએ કહ્યું હતું કે તે માને છે કે, બેફિક્રે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક લોકોએ આ ફિલ્મને પસંદ કરી છે જ્યારે કેટલાક લોકોએ ફિલ્મને પસંદ કરી નથી. રિતિક રોશન અને ટાઇગર શ્રોફ જેવા કુશળ ડાન્સર સાથે તે નવી ફિલ્મમા કામ કર્યા બાદ તે ભારે ખુશ છે. તેનુ કહેવુ છે કે વોર ફિલ્મ બાદ તેની કેરિયરમાં નવી તેજી આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.