હવે વ્હોટ્સએપ નંબર પર મેસેજ કરી BPCL ગેસ બુકીંગ કરાવી શકાશે
બીપીસીએલનું એઆઈ સક્ષમ ચેટબોટ ‘ઊર્જા’ ગ્રાહકોને શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ આપે છે
· ઊર્જા દેશના ઓઇલ અને ગેસ ઉદ્યોગમાં પ્રથમ એઆઈ-સંચાલિત ચેટબોટ છે
· કંપનીની વેબસાઇટ અને વ્હોટ્સએપ નંબર સાથે જોડાયેલું છે
· ઊર્જા સંપૂર્ણ રેટિંગ 4.5+/5 સાથે 1 કરોડથી વધારે કસ્ટમર સેશન ધરાવે છે
મુંબઈ, ‘મહારત્ન’ અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)એ એઆઈ/એનએલપી (નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ) ક્ષમતા સાથે ઇન્ટેલિજન્ટ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ‘ઊર્જા’ પ્રસ્તુત કરવાની અને 600થી વધારે યુઝ કેસ પર તાલીમ આપી હોવાની જાહેરાત કરી છે.
બીપીસીએલના કસ્ટમર ઇન્ટરફેસને સંપૂર્ણ અને ડિજિટલ બનાવવાના ઉદ્દેશ સાથે ઊર્જા ચેટબોટ હવે કંપનીની વેબસાઇટ પર કોઈ પણ બી2બી અને બી2સી પ્રશ્રો માટે જવાબ મેળવવા ઉપલબ્ધ છે. વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સરળ સેલ્ફ-સર્વિસ અનુભવ પ્રદાન કરવા અને ગ્રાહકની સમસ્યાનું ઝડપથી સમાધાન કરવા બનાવવામાં આવ્યું છે.
બીપીસીએલએ એના બહોળા રિટેલ (બી2સી) અને કમર્શિયલ (બી2બી) ગ્રાહકને વિવિધ ટચપોઇન્ટ પર બીપીસીએલનો શ્રેષ્ઠ અને એકસમાન અનુભવ આપવાના ઉદ્દેશ સાથે “પ્રોજેક્ટ અનુભવ” શરૂ કર્યો છે. પ્રોજેક્ટ અનુભવ અંતર્ગત ઊર્જા સંકલિત સંચાર મંચ છે,
જે બીપીસીએલના તમામ સંચારને એક ચેનલ પર, તમામ કસ્ટમર ટચ પોઇન્ટને એક અને એકીકૃત વોઇસ સાથે જોડે છે. એલપીજી બુકિંગ્સને સક્ષમ બનાવવા માટે વ્હોટ્સએપ પર 6 મહિના સફળ પાયલોટ પ્રોજેક્ટ પછી ઊર્જા આજે 13 ભાષાઓ (અંગ્રેજી, હિંદી, તમિલ, કન્નડ, મલયાલમ, તેલુગુ, મરાઠી, ગુજરાતી, ઓરિયા, બંગાળી, પંજાબી, ઉર્દૂ અને અસમી)માં વાત કરે છે. ઊર્જા સાથે 45 ટકાથી વધારે આદાનપ્રદાન અંગ્રેજી સિવાયની ભાષાઓમાં થાય છે, જે બીપીસીએલના તમામ પ્રકારના ગ્રાહકો માટે સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરે છે.
બીપીસીએલ સમગ્ર દેશમાં 8.5 કરોડથી વધારે ઘરગથ્થું એલપીજી ગ્રાહકો ધરાવે છે, જેમને 6000થી વધારે વિતરકો દ્વારા સેવા આપે છે. દેશભરમાં 19000થી વધારે પેટ્રોલ પમ્પ સાથે બીપીસીએલ અત્યારે દેશની અંદાજે 30 ટકા ઇંધણ જરૂરિયાત પૂર્ણ કરે છે.
ઉપરાંત બીપીસીએલ તમામ ઉદ્યોગો માટે ઇંધણ, લ્યુબ્રિકન્ટ્સ અને ગેસની જરૂરિયાતો પૂર્ણ કરવા 12 લાખથી વધારે બી2બી ગ્રાહકોને સેવા આપે છે. ઊર્જા એના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે ગ્રાહકનાં પ્રશ્રો અને જરૂરિયાતો માટે જવાબ અને સમાધાનો માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
બીપીસીએલના મુખ્ય મૂલ્યો છે – ગ્રાહક કેન્દ્રિતતા, ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ પહેલ પર માર્કેટિંગ ડાયરેક્ટર શ્રી અરુણ કુમાર સિંહે કહ્યું હતું કે, “અમે બીપીસીએલમાં અમારા ગ્રાહકોના કલ્યાણ માટે મહેનત કરવા તથા દેશની ઇનોવેટિવ અને અસરકારક વૃદ્ધિ માટે હંમેશા કટિબદ્ધ છીએ.
અમારા ‘ઊર્જા’ ચેટબોટ દ્વારા અમારો ઉદ્દેશ અમારા ગ્રાહકોને સંપૂર્ણપણે નવો અનુભવ આપવાનો તથા તમામ મુખ્ય સેવાઓનો લાભ લેવા અને પ્રશ્રોનું રિયલ ટાઇમમાં સમાધાન કરવા એઆઈ આધારિત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ઊભું કરવાનો છે.”
વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ દ્વારા નીચેની સેવાઓ ઓફર થઈ છેઃ
· એલપીજી સેવાઓ:
o એલપીજી સિલિન્ડરનું બુકિંગ
o એલપીજી સિલિન્ડરની કિંમતની જાણકારી અને એની ચુકવણી
o બુક કરેલા એલપીજી સિલિન્ડરની ડિલિવરીનું સ્ટેટ્સ અને રિફિલ હિસ્ટ્રી
o એલપીજી વિતરકમાં ફેરફાર
o મોબાઇલ નંબરનું અપડેશન
o મિકેનિક સેવાઓ જેવી ભારતગેસ વિતરકો પાસેથી સર્વિસ રિક્વેસ્ટ
o ડબલ બોટલ કનેક્શન (સિંગલ બોટલ કનેક્શનના ગ્રાહકો માટે) માટે રિક્વેસ્ટ
o ઇમરજન્સી અને ફરિયાદો/પ્રતિભાવો
· ઇંધણની સેવાઓ
o નજીકના ઇંધણ સ્ટેશન/પમ્પનું લોકેશન તથા પમ્પ સુધી પહોંચવાની દિશા મેળવવી
o પેટ્રોલ/ડિઝલની કિંમતની જાણકારી
o યુફિલ વાઉચર્સની વિગત મેળવવી
o બીપીસીએલના પ્રોગ્રામ અને ઓફરની જાણકારી, જેમાં સ્માર્ટ ડ્રાઇવ એન્ડ સ્માર્ટ ફ્લીટ લોયલ્ટી પ્રોગ્રામ, ફ્યુઅલ કાર્ટ ડોર ડિલિવરી વગેરે સામલે છે
o સ્માર્ટ ડ્રાઇવ લોયલ્ટી પ્રોગ્રામઃ પેટ્રોમાઇલ્સ અને વોલેટ બેલેન્સની ચકાસણી, વ્યવહારની ચકાસણી અને રિચાર્જની હિસ્ટ્રી
o બીપીસીએલના ફ્યુઅલ કાર્ટ પ્રોગ્રામ દ્વારા ઘરે ઇંધણની ડિલિવરી કરવાની રિક્વેસ્ટ
· બીપીસીએલના ઉત્પાદનોની જાણકારી, જેમાં ઔદ્યોગિક ઇંધણ, સોલ્વન્ટ, મેક લ્યુબ્રિકન્ટ્સ સામેલ છે
· ગ્રાહકો હવે બીપીસીએલના ઉત્પાદનોમાં રસ લઈ શકે છે અને આ પ્રકારના ગ્રાહકો સાથે બીપીસીએલની ફિલ્ડ ટીમ સંપર્ક કરી શકે છે
· તમામ સેવાઓના ગ્રાહકો પાસેથી પ્રતિભાવ
· બીપીસીએલના તમામ વ્યવસાયો અને સેવાઓ પર એફએક્યુ
તમે વ્હોટ્સએપ પર: http://bit.ly/3to7i3j અથવા અમારી વેબસાઇટ પર: http://bit.ly/2AO8K8l ચેટ કરી શકો છો.