Western Times News

Gujarati News

હવે શિવભકતો સોમનાથ મંદિરમાં ૫૧૦૦ રૂપિયામાં મહાપૂજા કરી શકશે

ગીરસોમનાથ,સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં ૫૧૦૦ રૂપિયામાં સોમેશ્વર મહાપૂજાનો પ્રારંભ કરાયો છે. થોડા દિવસો ત્રણ સ્લોટ બાદ પાંચ સ્લોટમાં સોમેશ્વર મહાપુજા શરૂ કરવામાં આવી છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં રોજેરોજ દેશવિદેશના હજારો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને આવતા હોય છે. મહદેવાના દર્શનની સાથે જ પૂજાવિધિ કરાવી ધન્યતા અનુભવતા હોય છે.

ત્યારે સોમનાથ આવતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજા શરૂ કરાઇ છે.આ મહાપૂજા પ્રથમ ૩૧ તારીખના ત્રણ સ્લોટમાં શરૂ કરાઇ હતી. જેની શરૂઆત ફિલ્મ જગતના અભિનેતા અક્ષયકુમારના હસ્તે શરૂ કરાઇ હતી અને ત્યાબાદ સોમનાથ આવતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લઈ પાંચ સ્લોટમાં આ મહાપૂજા શરૂ કરાઇ છે.

જેમાં કોઈપણ પરિવારના ચારથી પાંચ સભ્યો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શિવલિંગ પર વિવિધ દ્રવ્યો સાથે રુદ્રસુક્તના ૬૬ જેટલા મંત્રોથી અભિષેક અને અનેક પૂજન કરાવી શકશે.આ પુજાના દર્શનથી આકર્ષિત થઇ ભક્તો મંત્રમુગ્ધ થતા હોય છે અને આ પૂજન કરવા હેતુ વિશેષ આગ્રહની ઉપસ્થિતિ કરતા હોય છે.

સોમેશ્વર મહાપુજન નોંધાવવામાં વધારો થતા આ બાબતને ધ્યાને લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમેશ્વર મહાપુજન પુજાવિધિના સમયમાં વધારો કર્યો છે. જેમાં સવારે ૧ કલાકના કુલ ત્રણ સ્લોટ જેમાં સવારે ૮-૦૦થી ૯-૦૦, ૯-૦૦થી ૧૦-૦૦, ૧૦-૦૦થી ૧૧-૦૦ એમ ત્રણ સ્લોટમાં ભક્તો સોમેશ્વર મહાપુજન કરી ધન્યતા અનુભવે છે.

હવે પછી સવારની સાથે બપોર પછી પણ ત્રણ મહાપુજાના સ્લોટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બપોરે ૩-૦૦થી ૪-૦૦, ૪-૦૦થી ૫-૦૦, ૫-૦૦થી ૬-૦૦ આ ત્રણ સ્લોટમાં પણ પરીવાર સાથે (પાંચ લોકોની) નિશ્ચીત સંખ્યામાં આ પુજાનો વિશેષ લાભ લઇ સોમનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યે પુજન કરી શિવકૃપા પ્રાપ્ત કરી શકશે.

આ સોમેશ્વર મહાપૂજન ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઇન તેમજ મંદિરના પુજાવિધિ કાઉન્ટર પરથી ઓફલાઇન નોંધાવી ભાવિકો લાભ લઇ શકશે.hs3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.