હવે શ્રદ્ધા કપુર ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે પ્રેમમાં છે
મુંબઇ, કોઇ સમય અભિનેત્રી શ્રદ્ધા કપુર ફરહાન અખ્તરના પ્રેમમાં હતી. જો કે હવે તેમની વચ્ચે સંબંધોનો અંત આવી ગયો છે. બંને હાલમાં જુદા જુદા પાર્ટનર સાથે નજરે પડે છે. એકબાજુ શ્રદ્ધા કપુર હાલમાં ફોટોગ્રાફર બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠની સાથે પ્રેમમાં છે. જ્યારે ફરહાન અખ્તર હાલના દિવસોમાં શિબાની દાંડેકરના પ્રેમમાં છે. પ્રાપ્ત માહિતી મુજબ શ્રદ્ધા કપુર હજુ પણ ફરહાન અખ્તર સાથે સંબંધના ગાળા દરમિયાન તેની સાથે શુ થયુ છે તે બાબતને ભુલી શકી નથી. જેથી તે રોહનને પણ સાવધાની રાખવા માટે તૈયાર છે.ફરહાન અખ્તતર અને શ્રદ્ધા કપુર કોઇ સમય બંને એકબીજાના પ્રેમમાં હતા. જો કે તેમની વચ્ચે સંબંધોને લઇને ભારે હોબાળો થયો હતો. મળેલી માહિતી મુજબ એક કાર્યક્રમના ભાગરૂપે રોહન અને ફરહાન સાથે ફોટોશુટ કરનાર હતા.
જો કે હવે જાણવા મળેલી માહિતી મુજબ રોહન આ પ્રોજેક્ટ કરી રહ્યો નથી. ફિલ્મોની વાત કરવામાં આવે તો શ્રદ્ધા કપુરની પાસે વધારે ફિલ્મ છે. વરૂણ ધવનની સાથે તે સ્ટ્રીટ ડાન્સર ફિલ્મમાં હાલમાં નજરે પડી હતી. તે હવે ટાઇગર શ્રોફ સાથે બાગી સીરિઝની નવી ફિલ્મમાં નજરે પડનાર છે. સ્ટ્રીટ ડાન્સરને બોક્સ ઓફિસ પર ખાસ સફળતા હાથ લાગી નથી. ફિલ્મના નિર્દેશક રેમો ડિસોઝા હતા. ફિલ્મમાં વરૂણધવન લંડનમાં અભ્યાસ કરનાર એક પંજાબી યુવકની ભૂમિકામાં દેખાયો હતો. જ્યારે શ્રદ્ધા કપુર પાકિસ્તાની યુવલતિની ભૂમિકા અદા કરી ગઇ છે. શ્રદ્ધા કપુર બોલિવુડ ફિલ્મ ઉદ્યોગને લઇને આશાવાદી છે. તેની પાસે નવી નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. તે પ્રભાસ સાથે મોટી ફિલ્મ સાહોમાં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. ફિલ્મ બાદ તેની બોલબાલા વધી હતી. ટાઇગર સાથે તે એક્શન ફિલ્મમાં નજરે પડનાર છે.