શ્વાસથી કોરોના ટેસ્ટઃ ૩ મીનીટમાં રિપોર્ટ
નવી દિલ્હી, અમેરિકામાં ખાદ્ય અને ઔષધી પ્રશાસને (FDA) એક એવા ઉપકરણના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે, જે શ્વાસ દ્વારા કોરોના છે કે નહીં તે જણાવી શકશે. ઇન્સ્પેકટ
આઇ. આર. Covid-19 breathalyzerનો ઉપયોગ ડોકટર રૂમ, હોસ્પીટલો અને અસ્થાયી તપાસ કેન્દ્રોમાં થઇ શકે છે.
જેનાથી તપાસનો રિપોર્ટ ફકત ૩ મિનીટમાં આવી જશે. તેનો ઉપયોગ લાયસન્સ પ્રાપ્ત મેડીકલ સર્વિસ પ્રોવાઇડરની દેખરેખમાં જ કરાશે. એજન્સીએ જણાવેલ કે આ ઉપકરણથી દરરોજના ૧૬૦ સેમ્પલની તપાસ કરી શકાશે.