હવે સફાઇ કામદારોને ગટર સાફ કરવા ગટરમાં ઉતરવું નહીં પડે, રોબોટ કરશે હવે કામ
એલએન્ડટીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને મેનહોલ ક્લિનિંગ રોબોટ દાનમાં આપ્યો- સફાઇ કામદારોની સલામતી અને ગૌરવમાં સુધારો કરવા માટે કંપનીએ હાઇ-ટેક સોલ્યુશન્સ પ્રદર્શિત કર્યાં
વડોદરા, સિટી મ્યુનિસિપાલિટી અને ગુજરાત સરકારના સહયોગથી એલટીએચઇની આ પહેલનો ઉદ્દેશ્ય મેન્યુઅલ સફાઇ કામગીરીનો અંત લાવવાનો તથા ગટરની સફાઇ અને જાળવણી કરતા લોકોની સાથે-સાથે વ્યાપક સ્તરે લોકોના જીવનની સુરક્ષાનો છે.
રોબોટની સાહજિક ડિઝાઇન અને ફ્રેન્ડલી યુઆઇ યુઝર્સ – મેન્યુઅલ સફાઇ કામદારોની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી તેનું સંચાલન કરી શકે.
એલએન્ડટીએ ગટરના મેનહોલની આપમેળે સફાઇ અને જાળવણી તેમજ મેન્યુઅલ સફાઇનો અંત લાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને અદ્યતન રોબોટ દાન કર્યો છે. જેનરોબોટિક્સ દ્વારા તાજેતરમાં વિકસાવાયેલા રોબોટને તાજેતરમાં એલએન્ડટીની હાઇડ્રોકાર્બન પાંખના અધિકારીઓ દ્વારા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનને દાન કરાયો હતો.
આ અંગે પ્રતિક્રિયા આપતાં એલએન્ડટીના હોલ-ટાઇમ ડાયરેક્ટર અને સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ (એનર્જી) સુબ્રમનિયન સર્માએ કહ્યું હતું કે, “ઇએસજી (એનવાયર્નમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ) માળખા પ્રત્યેની અમારી કટીબદ્ધતા મૂજબ મેનહોલ સફાઇ પ્રક્રિયા માટે આ હાઇ-ટેક રોબોટની રજૂઆતનો હેતુ સફાઇ કામદારોની આજીવિકા સાથે બાંધછોડ કર્યાં વિના મેન્યુઅલ સફાઇને તબક્કાવાર રીતે દૂર કરવાનો છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “હાલમાં મહામારીને જોતાં ગટરની સફાઇ કામગીરીના મિકેનાઇઝેશનથી સફાઇ કામદારો જોખમી કચરાના સંપર્કમાં ઓછા આવશે તથા તેમને ગંભીર તબીબી પરિસ્થિતિ સામે સલામત રાખી સખાશે. અમને આશા છે કે આ ઓટોમેશન સોલ્યુશન એક ટ્રેન્ડ તરીકે ઉભરી આવશે અને દેશભરની મ્યુનિસિપાલિટી ટૂંક સમયમાં તેને અપનાવશે.”
આ પ્રોજેક્ટનું અમલીકરણ સફાઇ કામદારોની સલામતી અને ગૌરવમાં સુધારો કરવામાં મદદરૂપ બનવાના વિઝન સાથે કરવામાં આવ્યું છે, જેથી સફાઇ કામદાર સમુદાયમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય
મેન્યુઅલ સફાઇની અમાનવીય અને અપમાનજનક પ્રક્રિયા આપણા સમાજને સતત પીડા આપતી સમસ્યા છે. તેની સામે કાનૂની જોગવાઇઓ હોવા છતાં વિકલ્પના અભાવે આ પ્રથા ચાલુ રહી છે. આ પ્રકારના ટેક્નોલોજીકલ ઉકેલોને લાગુ કરવાથી અને તેના સફળ અમલીકરણથી સફાઇ કામદારોની તરફેણમાં પરિવર્તન લાવી શખાશે અને એકસાથે સમસ્યામાંથી છુટકારો મળશે.
રોબોટને સક્ષમ બનાવતી ટેક્નોલોજી ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ તરફથી પ્રોમિસિંગ ઇનોવેટિવ સોલ્યુશન તરીકે અમૃત ટેક ચેલેન્જ એવોર્ડ વિજેતા છે.