હવે સસ્તી કિંમતમાં ટોપ કંપનીઓના સ્માર્ટ ફોન
નવીદિલ્હી, સ્માર્ટફોનના ખરીદદારોને ટૂંક સમયમાં જ ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર મળી શકે છે. હકીકતમાં ટોપ પાંચ બ્રાન્ડ પોતાની ઓનલાઈન અને ઓફલાઈન ઇન્વેન્ટરી કાઢવામાં લાગેલા છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, ઇન્વેન્ટરીનું સૌથી વધારે દબાણ દુકાનદાર પર થઇ રહ્યું છે. વધારે ઇન્વેન્ટરીની સમસ્યા માર્ચ પૂર્ણ થવા સુધી રહી શકે છે. ઇન્ડસ્ટ્રી પર નજર રાખનાર જાણકાર લોકોનું કહેવું છે કે, ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ પર ભાર આપનાર શાઓમી, રિયલમી અને સેમસંગ ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં જુના મોડલના સ્ટોકને ખતમ કરી શકી નથી પરંતુ તેમના તરફથી નવા ડિવાઇઝમાં અવિરતપણે બ્રાન્ડ આવી રહ્યા છે. દુકાનો મારફતે પ્રોડક્ટ વેચનાર વિવો અને ઓપો જેવી બ્રાન્ડને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, શાઓમી અને રિયલમી જેવી કંપનીઓએ આ બાબતને લઇને ઇન્કાર કર્યો છે. તેમની પાસે ખુબ વધારે પ્રમાણમાં ઇન્વેન્ટરી છે. સેમસંગ, ઓપો અને વિવો તરફથી વિગતવાર પ્રતિક્રિયા મળી રહી નથી. ઓફ લાઈન ચેનલના વેચાણમાં મંદી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઓફર આગામી દિવસોમાં વધુ મળી શકે છે.