હવે સુશાંત અને જેક્લીન ડ્રાઇવને લઇને વ્યસ્ત થયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/Susant-and-jacklin.jpg)
મુંબઇ, સુશાંત સિંહ રાજપુત અને જેક્લીન અભિનિત ફિલ્મ ડ્રાઇવ અટવાઇ પડતા ચાહકો ભારે નિરાશ દેખાઇ રહ્યા છે. આ ફિલ્મ પહેલા જુનમાં રજૂ કરવામાં આવનાર હતી. જા કે હાલમાં અટવાઇ પડી છે. તેની રજૂઆતને રોકવા માટેના કારણ નિર્માતા નિર્દેશકો તરફથી આપવામાં આવી રહ્યા નથી. જા કે ફિલ્મના શુટિંગના કેટલાક હિસ્સાને રોકવામાં આવ્યુ હોવાના હેવાલ મળ્યા છે. જેક્લીન અને સુશાંત હવે પોતાની ફિલ્મ ડ્રાઇવને લઇને વ્યસ્ત થયેલા છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મ નિર્ધારિત કાર્યક્રમ મુજબ બીજી માર્ચ ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર હતી. જા કે ફિલ્મની રજૂઆત ત્યારબાદ જુનમાં કરવાનો નિર્ણય કરાયો હતો.
હવે હજુ તારીખ પણ આપવામાં આવી રહી નથી. છે. ફિલ્મ ડ્રાઇવના શુટિંગ અર્થે ઇઝરાયેલમાં બન્ને કલાકારો પહોચ્યા હતા. તરૂણ મનસુખાણીની આગામી એક્શન અને કોમેડી ફિલ્મનુ નિર્માણ કરણ જાહર દ્વારા કરવામાં આવી રહ્યુ છે. સુશાંત અને જેક્લીનની જાડી ઇઝરાયેલના ફાયનાન્શિયલ અને ટેકનોલોજી હબ તેલ એવીવ ખાતે શુટિંગ કરી ચુકી છે. તરૂણે માહિતી આપતા કહ્યુ છે કે એક્શન કોમેડી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ઇઝરાયેલ એક પાર્ટી સ્થળ તરીકે છે. ત્યાં હવામાન પણ આદર્શ રહે છે. જેથી ઇઝરાયેલમાં શુટિંગ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યા બાદ તમામ કલાકારો પણ ખુશ દેખાયા હતા. સુશાંત અને જેક્લીનની સાથે સાથે અન્ય તમામ કલાકારો ઇઝરાયેલ પહોંચી ગયા હતા. બીચ પર શુટિંગ કરવામાં આવ્યુ હતુ. કેટલાક પાર્ટી હોટસ્પોટ પર પણ શુટિંગ કરવામાં આવ્યુ હતુ. તેમનુ કહેવુ છે કે ઇઝરાયેલમાં જ્યા પણ અમને શુટિંગ કરવા માટેની મંજુરી મળી હતી ત્યાં શુટિંગ કરવામં આવ્યુ હતુ. તરૂણનુ કહેવુ છે કે આ નવી જાડી તમામ ચાહકોને પસંદ પડશે.