હવે સેલિબ્રિટીઓ ખોટી જાહેરાતો કરીને જનતાને છેતરી શકશે નહીં

નવી દિલ્હી, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ ખોટી અને ભ્રામક જાહેરાતોને રોકવા અને બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા આવી કોઈ જાહેરાતો ન કરવા માટે જરૂરી ગાઈડલાઈન જાહેર કરવા માટે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયની ખૂબ પ્રશંસા કરી છે.
ઉપભોક્તા બાબતોના પ્રધાન પીયૂષ ગોયલ દ્વારા જારી કરાયેલા નિયમો અંગે CAITએ જણાવ્યું હતું કે, ભ્રામક જાહેરાતો ગ્રાહકોની પસંદગીને ભારે નુકસાન પહોંચાડી રહી છે અને ખોટી જાહેરાતો બતાવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.
કમનસીબે, કોર્પોરેટ કંપનીઓ અને સેલિબ્રિટીઓ પૈસા કમાવવાની લાલસા સાથે ખોટી જાહેરાતો બનાવવા માટે હાથ મિલાવે છે. દેશના ઉપભોક્તાઓના બહોળા હિતમાં આ માર્ગદર્શિકાઓની સખત જરૂર હતી.
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ઉપભોક્તાવાદના વર્તમાન યુગમાં ગ્રાહકોને ઉત્પાદન પસંદ કરવામાં જાહેરાતો મોટી ભૂમિકા ભજવે છે.
તેથી, તે જરૂરી છે કે જાહેરાત નકલી કે ખોટી ન હોય અને બ્રાન્ડને સમર્થન આપતી હસ્તીઓએ પણ ઉત્પાદનની જાહેરાત કરતી વખતે સાવચેત રહેવું જાેઈએ. એવી ઘણી જાહેરાતો છે જ્યાં સેલિબ્રિટી ઘણીવાર એવા ઉત્પાદનોની જાહેરાત કરે છે જેનો તેઓ પોતે ક્યારેય ઉપયોગ કરતા નથી પરંતુ ઉત્પાદન વિશે ખોટા દાવા કરે છે. હવે આવી કંપનીઓ પર ૧૦ થી ૫૦ લાખ સુધીનો દંડ થશે.
ભરતિયા અને ખંડેલવાલે રજૂઆત કરી હતી કે, આ પ્રકારની ભ્રામક જાહેરાતો ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૨ (૨૮) હેઠળ ગુનો છે, પરંતુ ચોક્કસ માર્ગદર્શિકાના અભાવમાં, આવા ગુનાઓ પર ક્યારેય ધ્યાને આપવામાં આવ્યું ન હતુ, જેનાથી ગ્રાહકો છેતરાયા હતા.
કોઈપણ ઉત્પાદનના બ્રાન્ડ એમ્બેસેડર એ આવા ઉત્પાદનની વેચાણ પદ્ધતિનો એક અભિન્ન ભાગ છે કારણ કે તેમાં વ્યાપારી હિતોનો સમાવેશ થાય છે કારણ કે સેલિબ્રિટીઓ કોઈપણ ઉત્પાદનને સમર્થન આપવાના બદલામાં મોટી રકમ લે છે અને તેઓ ગ્રાહકની પસંદગીઓને પ્રભાવિત કરે છે. તેથી, તેઓ તેમની જવાબદારીને નકારી શકતા નથી.
ગાઈડલાઈન ઉપભોક્તા અને રાષ્ટ્રના વ્યાપક હિતમાં છે અને આવી જાહેરાતો રોકવા માટે ઉત્પાદનોનો પ્રચાર કરતી સેલિબ્રિટીઓને ચોક્કસપણે સાવચેત કરશે. જાે કે પૈસા કમાવવા માટે કોઈપણ કાયદેસરની પ્રવૃત્તિ કરવી એ ભારતના બંધારણ દ્વારા માન્ય છે, પરંતુ એવા કિસ્સાઓમાં કે જ્યાં સેલિબ્રિટીઓ માત્ર પૈસા માટે તેઓ જે ઉત્પાદનોનો પ્રચાર કરી રહ્યા છે તેના વિરુદ્ધ મંતવ્યોનું સમર્થન કરે છે, તે ક્યાંયથી વાજબી નથી.SS1MS