હવે સોનાનાં ઘરેણા પર મળશે વધુ લોન
નવી દિલ્હી, RBIએ સામાન્ય માણસને મોટી રાહત આપતા ગોલ્ડ જ્વેલેરી પર લોનની વેલ્યું વધારી દીધી છે, હવે 90 ટકા સુંધી લોન મળી શકશે, અત્યાર સુધી સોનાની કુલ વેલ્યુંનાં 75 ટકા સુધી જ લોનની રકમ મળતી હતી, સામાન્ય રીતે બેંક પર સોનાનાં મુલ્યનાં 75 ટકા સુંધી જ લોન આપે છે. રિઝર્વ બેંકનાં આ નિર્ણય કોરોનાનાં સંકટમાં લોકોને મદદરૂપ થશે, કેમ કે સામાન્ય માણસ અને નાના વેપારીઓ પોતાના સોના પર વધું લોન મેળવી શકશે, સોનાની શુધ્ધતાનાં હિસાબે ગોલ્ડ લોન આપતી NBFC અથવા Bankમાં પોતાના કેવાયસી ડોક્યુમેન્ટ આપીને લોન મેળવી શકાય છે.
વેલ્યુએશન બાદ કંપની સોનું ગીરો મુકનારને લોનની મહત્તમ રકમ અને વર્તમાન સ્કીમ અંગે જણાવશે, ત્યાર બાદ મુલ્યનાં 75 ટકા સુંધી લોન મળી શકે છે. જો ગીરો મુકનારને લોનની રકમ રોકડમાં જોઇએ તો તે રોકડમાં આપી શકે છે, અથવા તો ખાતામાં જમા કરાવશે, નાણા એકત્રિત કર્યાની માટે ચોક્કસ લેવા લેવી, મેચ્યોરીટી બાદ રકમ ચુકવીને પોતાની જ્વેલરી પાછી મેળવી શકાય છે.