હવે સોશિયલ મીડિયા પર બોયકોટ અમેઝોન અભિયાન
નવી દિલ્હી, તનિષ્ક બાદ હવે ઈ કોમર્સ કંપની અમેઝોનની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. કથિત રૂપે હિન્દુ ઘર્મની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે કેટલાક લોકો દ્વારા બોયકોટ અમેઝોન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
નોંધનિય છે કે ‘ॐ’ હિન્દુ ધર્મ માટે પવિત્ર પ્રતિક માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચાઓ પ્રમાણે અમેઝોન પર એવા પગલૂછણિયા વેચાઈ રહ્યા છે જેમાં ‘ॐ દોરેલું છે. આ ઉપરાંત અમેઝોન દ્વારા હિન્દુ દેવી દેવતાના ચિત્રો વાળા ઈનયવિયર વેચવાનો પણ કડક વિરોધ થઈ રહ્યો છે.
કેટલાક લોકો અમેઝોનના સમર્થનમાં પણ આવ્યા છે. એવા જ એક યૂઝરે લખ્યુ કે તેમા અમેઝોનની શું ભુલ છે તે તો એક પ્લેટ ફોર્મ છે. આ સામાન વહેચનાર વ્યક્તિનો બહિષ્કાર કરવો જોઈએ.