હવે સ્ટાર રકુલ પ્રીત બે નવી હિન્દી ફિલ્મોમાં નજરે પડશે
મુંબઇ, ખુબસુરત રકુલ પ્રીત હાલમાં બે મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. જે પૈકી એક ભારતીય ફિલ્મ અને દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા પૈકી એક એવા કમલ હાસન સાથે ઇÂન્ડયન-૨ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે કમલ હાસન, સિદ્ધાર્થ તેમજ કાજલ અગ્રવાલ પણ નજરે પડનાર છે. ફિલ્મને ૨૦૨૧માં રજૂ કરવામાં આવનાર છે. આવી જ રીતે તે અટેક નામની ફિલ્મમાં નજરે પડનાર છે. જેમાં જહોન અબ્રાહમ જાવા મળનાર છે.
ફિલ્મમાં તેની સાથે ખુબસુરત જેકલીન પણ નજરે પડનાર છે. ઇન્ડિયન-૨ ફિલ્મ કમલ હાસનના કેરિયરની મોટી ફિલ્મ પૈકી એક ફિલ્મ છે. ફિલ્મને લઇને તમામ તૈયારી ચાલી રહી છે. જહોન સાથે પણ તેની ફિલ્મ મોટા પ્રોજેક્ટની ફિલ્મ છે. રકુલ પ્રીત ઇન્ડિયન-૨ ફિલ્મમાં કલમ હાસન શાનદાર ભૂમિકા અદા કરી રહ્યો છે. તેની પ્રથમ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. હવે બીજા ભાગ પર તમામ લોકો નજર રાખી રહ્યા છે.
પહેલા તે અજય દેવગનની કોમેડી ફિલ્મ દે દે પ્યાર દે ફિલ્મમાં નજરે પડી હતી. જેમાં અજય દેવગનની સાથે રકુલ અને તબ્બુ પણ નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા હાંસલ કરી ગઇ હતી. દક્ષિણ ભારતની ફિલ્મમાં રકુલ શાનદાર સફળતા હાંસલ રી રહી છે. તેની પાસે દક્ષિણ ભારતની અનેક ફિલ્મ હાથમાં આવી રહી છે. જેમાં મોટા બજેટની ફિલ્મો પણ સામેલ છે. તે હિન્દી ફિલ્મોની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મને પણ યાદગાર બનાવવા માટે ઇચ્છુક છે. રકુલ પ્રીત બોલિવુડની અન્ય ફિલ્મોને લઇને પણ આશાવાદી છે. તે બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે આશાવાદી છે. તે બોલિવુડમાં નવી એન્ટ્રી કરી રહેલી અભિનેત્રીઓ સાથે સ્પર્ધામાં રહેવાને લઇને પણ કોઇ પરેશાન દેખાઇ રહી નથી.