હવે હાર્ટબીટ દ્વારા પણ જાણી શકાશે કોરોના પોઝીટીવ હોવાનો ઈશારો
નવી દિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણના વધતા કેસો અને બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનને કારણે લોકો ભયમાં છે. કોરોના વાયરસના લક્ષણ અને તમામ મેડિકલ સમસ્યાઓને લઈને લોકોને મોટે ભાગે જાણકારી છે. પરંતુ એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માણસના હૃદયના ધબકારામાં આવતા બદલાવ વ્યક્તિ કોરોના પોઝીટીવ હોવા અથવા ન હોવા તરફ ઈશારો કરે છે.
અર્થાત તમારા હાર્ટબીટમાં અસામાન્ય બદલાવ કોરોના પોઝીટીવ હોવાનો સંકેત હોઈ શકે છે. આ અભ્યાસ ‘કોવિડ 19 સિમ્પટમ્સ સ્ટડી એપ’ દ્વારા 40 લાખથી વધુ ડેટાના અભ્યાસ પર આધારિત છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો આવ્યો છે કે હૃદયના ધબકારાની ઝડપ સંકેત આપી શકે છે આ સબંધિત વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા છે કે નહીં.
હાર્ટબીટથી કોરોના સંક્રમણની ઓળખાણ પહેલા ઓછામાં ઓછા પાંચ મિનિટ આરામ કરો. આ પછીથી અંગૂઠાની બાજુવાલી વચ્ચેની આંગળીથી તમારા પલ્સ રેટ ચેક કરો. આ દરમિયાન કાંડાની નસ અથવા ગર્દન પાસેની વિન્ડ પાઈપને હળવેથી દબાઓ.
હાર્ટબીટને 30 સેકન્ડ સુધી કાઉન્ટ કરો. અને પછીથી તેને 2 ગણી કરીદો. તમારા હાર્ટબીટનો યોગ્ય રેશિયો સામે આવી જશે. એક્સપર્ટનું કહેવું છે કે પલ્સ બીટની એક રેગ્યુલર રિધમ સામાન્ય હોય છે. જો તમારા હાર્ટરેટ 60થી 100 બિટ્સ પ્રતિ મિનિટ છે તો બધું સામાન્ય છે. પરંતુ જો હાર્ટ રેટ 100થી વધારે છે તો કંઈક સમસ્યા હોઈ શકે છે.