હવે હિમાચલના લાહૌલમાં પર્વત તૂટ્યોઃ ચંદ્ર ભાગા નદીનો પ્રવાહ બંધ

શિમલા, હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર જાેવા મળી રહ્યો છે. ગુરૂવારે કિન્નોરમાં નેશનલ હાઈવે-૫ પર નિગુલસેરી નજીક ભૂસ્ખલન થયુ હતુ, જેમાં હજુ સુધી રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. હવે લાહૌલમાં પહાડ તૂટવાની ઘટનાથી હલચલ મચી ગઈ છે. Now the mountain broke in Lahaul, Himachal: The flow of Chandrabhaga river stopped
જેના કારણે નદીનો પ્રવાહ રોકાઈ ગયો છે. આસપાસના ગામોમાં જાેખમ પેદા થઈ ગયુ છે. આસપાસના ગામો ખાલી કરીને લોકોને સુરક્ષિત સ્થળે જવાની હિમાયત કરાઈ છે. લાહૌલના જુંડા નાળાની સામે નાલડા પહાડના ધસવાથી ચંદ્રભાગા નદીનુ વહેણ રોકાઈ ગયુ છે. સાથે ગામની જમીન, ગામનુ જાેખમ વધી ગયુ છે. સમગ્ર નદી ડેમનુ રૂપ લઈ ચૂકી છે. ઘટના સ્થળે ભયંકર સ્થિતિ સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં નેશનલ હાઈવે-૫ પર નિગુલસરી નજીક ભેખડો ધસવાથી ભયાવહ ભૂસ્ખલનના બીજા દિવસે વીરવારને રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી વધુ ચાર લોકોના મૃતદેહને કાઢ્યા છે. મૃતકોની સંખ્યા ૧૪ પર પહોંચી ગઈ છે. ઘટનાના લગભગ ૨૦ કલાક બાદ હિમાચલ પથ પરિવહન નિગમ બસના કેટલાક ટુકડા અને ટાયરોને પણ શોધી કઢાયા છે.
જાેકે, બસમાં સવાર મુસાફરોમાંથી ૧૬ લોકો હજુ પણ લાપતા છે. ઘટનાના દિવસે ૪૦થી વધારે લોકોના લાપતા થવાની આશંકા હતી. ભૂસ્ખલનની ચપેટમાં આવેલા ટિપર, કાર, સૂમો અને અન્ય વાહનોમાં સવાર ઈજાગ્રસ્તો અને મૃતકોને કાઢવામાં આવ્યા છે.
હવે બસ યાત્રી જ લાપતા છે. સમય વીતવાની સાથે-સાથે લાપતા લોકોના પરિજનોની આશાઓ ઓછી થતી જઈ રહી છે. ઘટનાસ્થળે પરિજનોની ચીખ સંભળાઈ રહી છે. મૃતદેહોની હાલત એટલી ખરાબ થઈ ચૂકી છે કે ઓળખવુ મુશ્કેલ સાબિત થઈ રહ્યુ છે.
કિન્નોરના નિગુલસરી ઘટનાના મૃતકોના આશ્રિતોને પ્રદેશ સરકાર પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપશે. ઈજાગ્રસ્તોની સારવાર નિશુલ્ક કરવામાં આવશે. વીરવાર સાંજે નિગુલસરીથી પાછા ફરીને મુખ્યમંત્રી જયરામ ઠાકુરે વિધાનસભા સદનમાં આ જાણકારી આપી છે.