હવે ૧૦ વર્ષથી નાના બાળકો કોરોનાનો શિકાર બની રહ્યા છે
માસૂમ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ચિંતા વધી
બેંગલુરુ, દેશ ફરી એક વાર કોરોના વાયરસની ઝપટમાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. અનેક રાજ્યોમાં નવા કેસ અને એક્ટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન કર્ણાટકના પાટનગર બેંગલુરુએ ચિંતા વધારી દીધી છે. અહીં ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકો સંક્રમણનો વધુ શિકાર થઈ રહ્યા છે.
આ આયુ વર્ગના દર્દીઓની સંખ્યામાં સતત વધારી થઈ રહ્યો છે. આ મહિને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના ૪૭૨ બાળકો કોવિડ પોઝિટિવ મળી ચૂક્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વીકેન્સ્આ પર આ સંખ્યા ૫૦૦ને પાર થઈ શકે છે.
જાણકારોનું કહેવું છે કે, બીજી લહેરે ગત વર્ષની તુલનામાં આ વખતે બાળકોને વધુ પ્રભાવિત કર્યા છે. અનેક બાળકો બહાર વધુ સમય પસાર કરી રહ્યા છે, પરિવારો બહાર જઈ રહ્યા છે. એવામાં વાયરસ ફેલાવાની શક્યતા વધી જાય છે. આ મહિને મળેલા ૪૭૨ કેસોમાં ૨૪૪ છોકરાઓ છે, જ્યારે છોકરીઓની સંખ્યા ૨૨૮ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, કર્ણાટકના કોવિડ-૧૯ને લઈને ગઠિત ટેક્નીકલ એડવાઇઝરી કમિટીના સભ્યએ કહ્યું છે કે આ વધતા કેસ ચિંતાજનક છે. તેઓએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા બાળકોમાં કેસ આટલા વધુ નહોતા કારણ કે આ વાયરસના સંપર્કમાં નહોતા આવતા. લૉકડાઉન દરમિયાન તેઓ ઘરમાં કેદ હતા.
હવે તેઓ પાર્ક જઈ રહ્યા છે કે સોસાયટી કે અપાર્ટમેન્ટ કોમ્પલેક્સમાં એક સ્થળે ભેગા થઈ રમી રહ્યા છે. તેઓએ વધુમાં કહ્યું કે બાળકો પણ કોરોના ફેલાવાનું કારણ બની શકે છે. જાણકારોનું કહેવું છે કે બાળકોને યોગ્ય રીતે માસ્ક પહેરાવવા અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું મુશ્કેલ છે.
કમિટીના એક સભ્યનું કહેવું છે કે, જ્યારે બાળકો માતા-પિતાની સાથે લગ્ન જેવા કાર્યક્રમોમાં જાય છે તો ભીડનો હિસ્સો બની જાય છે. આવા માહોલમાં બાળકો સૌથી વધુ જાેખમમાં હોય છે. માર્ચના પહેલા સપ્તાહમાં બેંગલુરુ મનપામાં ૧૦ વર્ષથી નીચેની ઉંમરના ૮-૧૧ બાળકોમાં વાયરસ મળ્યો છે.