Western Times News

Gujarati News

હવે ૩૦ સપ્ટેમ્બર સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ભરી શકાશે

નવીદિલ્હી, સરકારે નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધુ બે મહિના એટલે કે ૩૦ સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું કે, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખદી ઇનકમ ટેક્સદાતાઓને વધુ રાહત આપતાં સીબીડીટી એટલે કે કેન્દ્રીય પ્રત્યક્ષ દર બોર્ડે નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ (આકલન વર્ષ ૨૦૧૯-૨૦) માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૦થી લંબાવીને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ કરી દીધી છે. નોંધનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નું મૂળ અથવા સંશોધિત ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ ત્રીજી વાર વધારવામાં આવી છે. સીબીડીટી દ્વારા ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ ત્રીજી વાર વધારવામાં આવી છે. નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી આઈટીઆર દાખલ કરવાનું હતું. જોકે તેને પહેલા ૩૦ જૂન સુધી વધારવામાં આવી. પછી તેને લંબાવીને ૩૧ જુલાઈ કરવામાં આવી અને હવે તેને વધારીને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ કરી દેવામાં આવી છે.

સીબીડીટીએ હાલમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીના રિટર્ન ફાઇલિંગથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવાથી કેટલાક એવા ટેક્સપેયર્સની જાણકારી મળી છે, જેઓએ ઘણી વધુ લેવડ-દેવડ કરી છે, પરંતુ તેઓએ અસેસમેન્ટ યર ૨૦૧૯-૨૦ (નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના સંદર્ભમાં) માટે રિટર્ન દાખલ નથી કર્યું. રિટર્ન દાખલ નહીં કરવા ઉપરાંત રિટર્ન ફાઇલ કરનારા અનેક એવા લોકોની ઓળખ થઈ છે, જેમના વધુ રકમના લેવડ-દેવડ અને તેમના ઇનકમ ટેક્સ રિટર્ન પરસ્પર મેળ નથી ખાતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.