હવે ICICI બેંકની એપ સાથે કોઈ પણ બેંકની ક્રેડિટ કાર્ડની બાકી નીકળતી રકમની ચુકવણી કરી શકાશે
ICICI બેંકના લાખો ગ્રાહકો થોડી સેકન્ડની અંદર એપમાં કોઈ પણ બેંકના ક્રેડિટ કાર્ડ ઉમેરી શકે છે
તેઓ સિંગલ પ્લેટફોર્મમાંથી તાત્કાલિક બાકી નીકળતી રકમની ચુકવણી કરી શકે છે, રિમાઇન્ડર્સ સેટ કરી શકે છે, પેમેન્ટ હિસ્ટ્રી અને ઘણી બધી જાણકારી મેળવી શકે છે
મુંબઈઃ આઇસીઆઇસીઆઈ બેંકએ આજે જાહેરાત કરી હતી કે, બેંકએ એના લાખો સેવિંગ્સ એકાઉન્ટ ગ્રાહકોને કોઈ પણ બેંકના ક્રેડિટ કાર્ડની બાકી નીકળતી રકમની ચુકવણી કરવા અને એનું મેનેજમેન્ટ કરવા સક્ષમ બનાવ્યાં છે, જે માટે ગ્રાહકો બેંકની મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન ‘આઇમોબાઇલ પે’નો (iMobile Pay) ઉપયોગ કરી શકે છે.
ગ્રાહકો કોઈ પણ બેંકનું ક્રેડિટ ક્રાર્ડ થોડી સેકન્ડની અંદર એપમાં ઉમેરી શકે છે તથા ત્યારબાદ એ જ એપમાંથી તેમની બાકી રકમની ચુકવણી અને એનું વ્યવસ્થાપન કરી શકે છે. એનાથી એવા ગ્રાહકોની સુવિધા વધશે, જેઓ સામાન્ય રીતે એકથી વધારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. તેમને આ તમામ કાર્ડનું મેનેજમેન્ટ સરળતાપૂર્વક કરવા માટે વન-સ્ટોપ સોલ્યુશન મળશે, જે સલામત અને સુરક્ષિત છે.
નવી સુવિધા ગ્રાહકોને એકથી વધારે કાર્ડની ચુકવણી કરવા કે એનું વ્યવસ્થાપન કરવા વિવિધ વેબસાઇટની મુલાકાત લેવાની સમસ્યામાંથી છૂટકારો પણ અપાવશે. ઉપરાંત ગ્રાહકો બિલ પેમેન્ટ રિમાઇન્ડર્સ સેટ કરી શકે છે, તમામ કાર્ડની પેમેન્ટ હિસ્ટ્રી જોઈ શકે છે, વ્હોટ્સએપ મારફતે શેર પેમેન્ટની પુષ્ટિ કરી શકે છે તથા તેમના કાર્ડની બિલિંગ સાયકલ મુજબ નિયત તારીખો પર બાકી નીકળતી રકમની ચુકવણી કરી શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકે છે.
આ પહેલ પર બેંકના ડિજિટલ ચેનલ્સ અને પાર્ટનરશિપના હેડ શ્રી બિજિથ ભાસ્કરે કહ્યું હતું કે, “આઇસીઆઇસીઆઈ બેંક ગ્રાહકોની સુવિધા વધારવા સમાધાનો પ્રસ્તુત કરવા અને તેમને બેંકિંગનો શ્રેષ્ઠ અનુભવ આપવા હંમેશા આતુર રહે છે. બેંકની અદ્યતન મોબાઇલ બેંકિંગ એપ પર આ નવી સુવિધા આ પ્રયાસનો પુરાવો છે.
મોટી સંખ્યામાં ગ્રાહકો તેમની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા એકથી વધારે કાર્ડનો ઉપયોગ કરે છે, આ નવા સમાધાનનો ઉદ્દેશ તેમને તેમના ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરવાનો છે. આ તેમને એક પ્લેટફોર્મ પર તેમના તમામ ક્રેડિટ કાર્ડ માટે વન-સ્ટોપ પેમેન્ટ સોલ્યુશનની સુવિધા પૂરી પાડે છે અને પેમેન્ટ માટે વિવિધ પોર્ટલ્સની મુલાકાત લેવાની સમસ્યામાંથી છૂટકારો અપાવીને સમય બચાવે છે.”
અહીં ગ્રાહકો આ સુવિધાનો લાભ કેવી રીતે લઈ શકે છે એ વિશે જણાવ્યું છેઃ
· આઇમોબાઇલ પેમાં લોગિન કરો અને ‘કાર્ડ્સ એન્ડ ફોરેક્સ’ સેક્શન પસંદ કરો
· ‘અધર બેંક ક્રેડિટ કાર્ડ’માં જાવ
· ‘એડ એ કાર્ડ’ પર ટેપ કરો અને જરૂરી વિગતો એન્ટર કરો
· રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓથેન્ટિક ઓટીપી મોકલવામાં આવશે અને કાર્ડ તરત ઉમેરાઈ જશે
· એક વાર કાર્ડ ઉમેરાઈ ગયા પછી એને જોઈ શકાશે અને “અધર બેંક ક્રેડિટ કાર્ડ” ટેબ અંતર્ગત એનું મેનેજમેન્ટ કરી શકાશે
‘આઇમોબાઇલ પે’ બેંકની અદ્યતન મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન છે, જે 350થી વધારે સેવાઓ પૂરી પાડે છે. બેંકએ ડિસેમ્બર, 2020માં અગાઉ ‘આઇમોબાઇલ’ નામે જાણીતી એપને ‘આઇમોબાઇલ પે’માં બદલી હતી, જેનો આશય કોઈ પણ બેંકના ગ્રાહકોને પેમેન્ટ્સ અને બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો છે.
ઉદ્યોગમાં આ પ્રથમ પ્રકારની પહેલે આંતરકાર્યક્ષમતાની મહત્વપૂર્ણ સુવિધા પ્રદાન કરી છે, કારણ કે આ કોઈ પણ બેંકના યુઝર્સને એપ સાથે તેમનું એકાઉન્ડ લિન્ક કરવાની અને ડિજિટલ પેમેન્ટ/વ્યવહારો કરવાની સુવિધા આપે છે. વળી આ તેમને આઇસીઆઇસીઆઈ બેંકની સેવાઓની સંપૂર્ણ રેન્જની સુવિધા પૂરી પાડે છે,
જેમાં સેવિંગ્સ એકાઉન્ટ, હોમ લોન, ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન વગેરે સામેલ છે. ગ્રાહકો હાલ મહામારીના પડકારજનક સમયગાળામાં તેમના ઘરેથી સુવિધાજનક અને સલામત રીતે આ સેવાઓનો લાભ લઈ શકે છે. વર્ષોથી આ બેંકિંગ એપને વિવિધ પ્રકારની સેવાઓ, યુઝરને અનુકૂળ કામગીરીઓ અને સરળ ડિઝાઇન માટે દુનિયામાં શ્રેષ્ઠ એપમાં સામેલ કરવામાં આવી છે.