હવે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરના ધંધામાં મંદી
અમદાવાદ: કોરોનાના કારણે અનેક વેપારીઓએ મંદી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા કોવિડને લગતી ચીજવસ્તુઓના વેચાણમાં ૯૦ ટકાનો ઘટાડો આવ્યો છે. હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની આશંકાઓ પણ નિષ્ણાત ઓ વ્યક્ત કરી રહ્યા છે તેમ છતાં લોકોમાં જાગૃતિનો અભાવ જાેવા મળી રહ્યો છે. જેના પગલે ઁઁઈ કીટ, માસ્ક અને સેનિટાઈઝરનું વેચાણ ઘટ્યું છે.
અમદાવાદના વિરાટ નગરમાં હવે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરના ધંધામાં મંદી કીટ મેન્યુફેક્ચરિંગનો બિઝનસ કરતા પિન્ટુભાઈ આમ તો તેઓ વર્ષોથી ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ના ધંધા સાથે સંકળાયેલા છે. પણ જ્યારથી કોરોના શરૂ થતાં બે વર્ષથી હવે કીટ વગર ફરતા હતા. તો હેર સલૂન ચલાવતા વેપારીઓ એ પણ ઁઁઈ કિટનો ઉપયોગ કરવાનું છોડી દીધું છે. લોકોમાં જાગૃતિના અભાવે તેઓના કિટના વેચાણમાં ઘટાડો થયો છે. અને હવે ૯૦ ટકા વેચાણ બંધ થતાં ૩થી સાડા ત્રણ લાખના માલનો ભરાવો થઈ ગયો છે અને હવે તૈયાર થઈ ગયેલી કીટના માલનો ભરાવો થઈ ગયો છે.
તો આવી જ કંઈક હાલત નિકોલમાં હોલસેલ બિઝનેઝ કરતા અરુણભાઈ ગોહિલની છે. તેઓને ત્યાં પણ ઁઁઈ કીટ, માસ્ક, સેનિટાઈઝર, હેન્ડ ગ્લોવ્સ, ઓક્સિમીટર સહિતની ચીજવસ્તુઓના માલનો ભરાવો થઈ ગયો છે. ૩૦૦ રૂપિયાનું સેનીટાઇઝર તેઓ ૧૦૦ રૂપિયામાં વેચવા તૈયાર છે છતાં કોઈ લેવા તૈયાર નથી. તેઓને ત્યાં ૩ લાખ દ્ગ૯૫ માસ્ક, ૬ લાખ ટ્રિપલ લેયર માસ્ક, ૧૨ હજાર ઓક્સિમીટર, ૩૦૦ નંગ સેનિટાઈઝરના કેરબા સહિત ૧૫ લાખના માલ અટવાઈ ગયો છે. તેઓનું કહેવું છે કે, અમદાવાદમાં ૫૦૦ વધુ હૉલસેલના વેપારીઓની આ હાલત છે.
કોરોનાના કારણે આમ તો અનેક વેપારીઓના ધંધાને બ્રેક વાગી છે પણ કોરોના મહામારી સાથે સંકળાયેલ વસ્તુઓનું વેચાણ પણ એટલી હદે બંધ થઈ જશે તેવું વેપારીઓએ સપને પણ નહતું વિચાર્યું. મહત્વનું છે કે, કોરોનાના કારણે આમ તો અનેક વેપારીઓના ધંધાને બ્રેક વાગી છે પણ કોરોના મહામારી સાથે સંકળાયેલ વસ્તુઓનું વેચાણ પણ એટલી હદે બંધ થઈ જશે.