હવે TWITTER શાનદાર નવા ફીચર્સ લાવી રહ્યું છે
નવી દિલ્હી: ગત વર્ષે ટિ્વટરે ક્લબહાઉઝની સરખામણીએ ઓડિયો રૂમ સ્પેસેજ ફીચર લોન્ચ કર્યું હતું. કંપનીએ એલાન કર્યું છે કે જે ટિ્વટર યુઝરના ૬૦૦થી વધુ ફોલોઅર્સ છે, તેઓ સ્પેસેઝને હોસ્ટ કરશે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને ઉપભોક્તાઓ માટે છે. ગત વર્ષે ટિ્વટરે ક્લબહાઉઝની સરખામણીએ ઓડિયો રૂમ સ્પેસેજ ફીચર લોન્ચ કર્યું હતું.
કંપનીએ એલાન કર્યું છે કે જે ટિ્વટર યુઝરના ૬૦૦થી વધુ ફોલોઅર્સ છે, તેઓ સ્પેસેઝને હોસ્ટ કરશે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને ઉપભોક્તાઓ માટે છે. કંપનીનું કહેવું છે કે ૬૦૦થી વધુ ફોલોઅર્સવાળા આ ફીચર વધુ સારી રીતે લાભ ઉઠાવવામાં સક્ષમ છે. આગામી સમયમાં આ ફીચરને તમામ લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. તમામ લોકો માટે ઉપલબ્ધ કરાવતા પહેલા લોકોના ફીડબેક, લોકો દ્વારા સર્ચને વધુ શ્રેષ્ઠ બનાવાશે. એટલું જ નહીં, લોકો આ ફીચરને વધુમાં વધુ ઉપયોગ કરે તેને પણ સુનિશ્ચિત કરવામાં આવશે. ટિ્વટરનું કહેવું છે કે આગામી સમયમાં લોન્ચ કરશે.
આગામી થોડા મહિનામાં કેટલાક ગ્રુપ આ સુવિધાનો આનંદ માણી શકશે. હોસ્ટ ટિકીટની સેલથી આવેલા રેવેન્યુને રાખી શકાશે. આનો નાનો ભાગ ટિ્વટર પણ રાખશે. ટિ્વટર સ્પેસેઝ બિલકુલ ઓડિયો સોશિયલ પ્લેટફોર્મ ક્લબહાઉઝની જેમ કામ કરે છે. ટિ્વટર પર એન્ડ્રોઈડ અને આઈફોન ચલાવતા તમામ લોકો ચેટ રૂમને જાેઈન કરી શકશે. એક સ્પેસમાં એક સમયે હોસ્ટ સહિત ૧૧ લોકો બોલી શકે છે. ટિ્વટર યુઝર પ્રોફાઈલ પર ટિપ જાર રાઈટ પર કામ કરી રહ્યું છે.
એક ક્લિક બટન, બેંડકેમ્પ, કેશ એપ, પેટ્રેન, પેપલ અને વેનમોના માધ્યમથી ટિપ કરવા માટે વિકલ્પ આપશે. વોંગે માર્ચમાં ટ્વીટ કર્યું હતું કે ટિ્વટર પોતાના ક્લબહાઉઝ જેવા સોશિયલ ઓડિયો રૂમ સ્પેસ માટે ટિપ જાર ફીચર પર કામ કરી રહ્યું છે. જાે કે ટિ્વટરે ઔપચારિક રીતે ટિપિંગ ફીચરનું એલાન કર્યું નથી.