હાંસોટથી રાજકોટ જતી ટ્રકને તણછા ગામ પાસે અકસ્માત નડતા કંડકટરનું સારવાર દરમ્યાન મોત
(વિરલ રાણા દ્વારા) ભરૂચ,આમોદ તાલુકાના તણછા ગામ પાસે ટ્રક ચાલકે પોતાના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ઝાડ સાથે ભટકાઈ હતી.જેમાં કંડક્ટરને થયેલી ગંભીર ઈજાઓને લીધે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના તણછા ગામ પાસેથી ગામ સાહોલ તા.હાંસોટ જી.ભરૂચથી રાજકોટ ગોળ ભરીને જતી ટ્રકને વહેલી સવારે તણછા ગામ નજીક કૃષિ ફાર્મ પાસે અકસમતા નડ્યો હતો
ટ્રક ડ્રાઈવર સુલેમાન ઈબ્રાહીમ સિંધી રહેરાજકોટનાએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડના ઝાડ સાથે અથડાઈને ડાબી સાઈડે ઉતરી ગઈ હતી.જેમાં ટ્રક ડ્રાઈવર સુલેમાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તથા ટ્રક કંડકટર ભીખા પૂજા પરમાર રહે,
જાકરિયા તા.બોરસદને માથાના ભાગે તથા મોઢાના ભાગે તેમજ જમણા હાથના કોણીના ભાગે વધુ ઈજા થતા બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સમા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં કંડક્ટર ભીખાભાઈ પૂજાભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત થયું હતું.આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.