હાંસોટ દારૂલ ઉલુમમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ ભરૂચ સ્ટેશન પરથી મળ્યા

ભરૂચ, ભરૂચ જીલ્લા ના હાંસોટ ખાતે આવેલ દારૂલ ઉલુમ માં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ ભરૂચ રેલવે સ્ટેશન પર થી મળી આવતા તેઓને સંચાલકો ને આર.પી.એફ દ્વારા સોંપવામાં આવ્યા હતા.આ વિદ્યાર્થીઓ ને માહોલ માફક ન આવતો હોવાથી ભાગી ગયા હતા.
ભરૂચ ના રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર ત્રણ અને ચાર ઉપર નિરીક્ષણ વેદસિંહ,હેડ કોન્સ્ટેબલ રાજકુમાર તેમજ હોમગાર્ડ જવાનો પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન ચાર કિશોરો મળી આવતા તેઓ ને ઓફિસ પર લઈ આવી માતા અને પિતા સહીત ઘર નામ ની પૂછતાછ કરતા તેઓ મૂળ ઉત્તરપ્રદેશ ના શામલી ના હોવાનું બહાર આવા સાથે તેમના પિતાનું નામ અને મોબાઈલ નંબર મેળવી તેઓના પિતાનો સંપર્ક કરતા તેઓ આ બાળકો હાંસોટ ના દારુલ ઉલુમ મદરેસા માં અભ્યાસ કરતા હોવાનું જણાવ્યું હતું.
આ બાદ દારુલ ઉલુમ નો સંપર્ક કરવામાં આવતા મદરેસા ના મૌલાના મહેબૂબ નો સંપર્ક કરી આ બાળકો અહીં હોવાની માહિતી આપતા હાંસોટ થી દોડી આવેલ દારુલ ઉલુમ ના સંચાલકો ભરૂચ આર.પી.એફ ખાતે દોડી આવી બાળકો નો કબ્જો મેળવ્યો હતો. આ બાળકો હાંસોટ ખાતે દારૂલ ઉલુમ નો માહોલ માફક ન આવતા ત્યાંથી ભાગી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.