Western Times News

Gujarati News

હાઇકોર્ટની ટકોર બાદ તંત્ર સફાળે જાગ્યું, બીજેપીના નેતા કાંતિ ગામિતની ધરપકડ

તાપી, તાપી જિલ્લાના સોનગઢમાં ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતી મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને કોરોનાની ગાઇડલાઇન ના ધજાગરા ઉડ્યાં હતા. તેને લઇને સોશિયલ મીડિયામાં કેટલાક વિડિયો પણ વાયરલ થયા છે. જેને લઇને આજે પૂર્વ મંત્રી કાંતિ ગામીતની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે 308 હેઠળ ગુનો નોંધાયો છે.

તેમના પુત્ર જિતુ ગામીત સામે પણ ગુનો નોંધાયો છે. આ સિવાય કાંતિ ગામીત સામે કલમ 188, 269 અને 270ની કલમ લગાડવામાં આવી છે. આ ઉપરાંત જીપીએની કલમ 131 લગાડાઈ છે અને એપેડેમિક એક્ટ 3 હેઠળ પણ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51-બી હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પિતા-પુત્ર ઉપરાંત અન્ય 18 જણા સામે ગુનો નોંધાયો છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ નીલેશ ગામિત પણ સામેલ છે. આ ગરબામાં સ્થાનિક પોલીસની સાથે વહીવટીતંત્ર પણ ગરબે ઘૂમતુ હતુ એમ કહેવાય છે

હાઇકોર્ટની ટકોર અને સોશિયલ મીડિયામાં ચારેય બાજુએ સરકારની ટીકાને પગલે વધેલા દબાણના પગલે સરકારે કાંતિ ગામિતની ધરપકડ કરવાની ફરજ પડી હતી. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં સરકારે લગ્ન પ્રસંગમાં લોકોનો જમાવડો ઓછો જણાવ્યું છે છતા પૂર્વ મંત્રીની પૌત્રીની લગ્નમાં છ હજાર જેટલા લોકો એકઠા થયા હતા.

કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં છ હજારથી પણ વધુ લોકોની જનમેદની ઉમટી હતી અને તેમણે સત્તાવાર કહ્યું હતું કે બે હજારને તો મેં આમંત્રણ આપ્યુ છે. આ સમગ્ર કેસની તપાસ સુરતના ડીએસપી ઉષા રાડા કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.