Western Times News

Gujarati News

હાઇકોર્ટે રદ કરેલી કવોશિંગ પીટીશન સુપ્રીમકોર્ટમાં પડકારાશે?!

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી નિખીલભાઈ કરીયલે ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી આઈ.એચ. સૈયદ સામેના કેસ નું સૈધાંતિક મુલ્યાંકન બાદ આગોતરા જમીન મંજુર કર્યા! જયારે ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટીસ સમીરભાઈ દવે એ ટેકનીકલ કારણસર કવોશિંગ પીટીશન રદ કરી હતી!!

ગુજરાત હાઇકોર્ટના પૂર્વ આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ અને સિનિયર એડવોકેટ આઈ.એચ.સૈયદ ની જમીન અરજી ની સુનાવણી હાથ ધરાઈ હતી! એડ્‌વોકેત ઉપર એવો આક્ષેપ છે કે ગુનાઈત ઘટના સમયે આરોપી ની હાજરી હતી અને તેઓ અગાઉ ની સીઆઈડી વાળી ફરિયાદ થી મહિતગાર હતા તેઓને વર્તમાન ફરિયાદ માં આરોપી તરીકે દર્શાવેલ છે

માટે આરોપી ને આગોતરા જમીન આપવા જાેઈએ નહિ એવી સરકારી વકીલ મીતેશભાઇ અમીન નીદલીલ ફગાવી દઈ ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટીસ નિખીલભાઈ કરીયલે વરિષ્ટ ધારાશાસ્ત્રી આઈ.એચ.સૈયદના આગોતરા જામીન મંજુર કર્યા છે અગાઉ આ અરજીની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી સમીર દવે સમક્ષ નીકળી હતી

અને મુદત પડતાં હવે આ અરજદાર ની અરજી ગુજરાત હાઇકોર્ટના જજ શ્રી નીખિલભાઈ કરીયલ ની બેંચ માં ચાલી હતી અને ફરિયાદી તરફથી એડ્‌વોકેટ મીતેશભાઇ અમીને દલીલ કરી હતી અને બચાવ પક્ષ તરફથી મિહિરભાઈ જાેશી,વરિષ્ટ ધરાશાશ્ત્રી અસીમભાઇ પંડ્યા ને સીનીયર ધારાશાશ્ત્રી યતિનભાઈ ઓઝાએ રજૂઆત કરી હતી

ગુજરાત હાઇકોર્ટના વકીલોમાં બે મત પ્રવર્તે છે પરંતુ કેટલાક સિનિયર વકીલોનું માનવું છે કે મહાત્મા ગાંધી, સરદાર પટેલ વકીલો હતા અને આઝાદીની લડત દરમિયાન અહીંસક અંદોલન કર્યો સાથે બ્રિટિશ સરકારના અધિકારીઓ કે બ્રિટીશ રાજ્ય ના સમર્થકો ફક્ત તેમની હાજરી થી જે તે સમયે કથિત ઘટના ના સમયે મહાત્મા ગાંધી, સરદાર પટેલ સામે ગુનો રજીસ્ટર કરતા હતા

છતાં તેઓ આવી કથિત હિંસક પ્રવૃત્તિ માં સંડોવાયેલા નહોતા માટે પોલીસે વકીલ સામે ગુનો રજીસ્ટર કરતા પહેલા અવલોકન કરવું જાેઈએ ફરિયાદી ની ફરિયાદ માં તથ્ય શું છે તે તપાસવું જાેઈએ! તો બીજા કેટલાક વકીલો નું માનવું છે કે જ્યાં કાયદો હાથ મા લેવાની શક્યતા હોય ત્યાં સિનિયર વકીલો એ હાજર ન રહેવું જાેઈએ બે ગંભીર મતમતાંતરો પ્રવર્તે છે

જે અત્રે નોંધનીય છે ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટીસ સમીરભાઈ દવે એ સદરહુ કેસ માં કવોશિંગ પીટીશન ટેકનીકલ ગ્રાઉન્ડ ઉપર રદ કરી છે હવે એ જાેવાનું રહે છે કે આરોપી એડ્‌વોકેટ આઈ.એચ.સૈયદ ગુજરાત હાઇકોર્ટે આપેલા કવોશિંગ પીટીશન ને સુપ્રીમકોર્ટ માં પડકારે છે કે નહિ આ ઉપરાંત એક મુદ્દો એ છે કે

કોઈ વકીલ કાયદાકીય પ્રક્રિયા ના ભાગ રૂપે પોતાની ઓફીસ માં કોઈ મેટર નું ડીકટેશન લખાવે કે બંને પક્ષકારો વચ્ચે સમાધાન ની પ્રક્રિયા ના ભાગ રૂપે પોતે પોતા ના કોમ્પ્યુટર માં આવી કોઈ મેટર તેયાર કરે અને પક્ષકારો વચ્ચે મતભેદ સર્જાય સમાધાન પડી ભાંગે તેવા માત્ર કારણ થી કાનૂની પ્રક્રિયા ના સંદર્ભે વકીલ ને ગુનેગાર ઠરાવી શકાય કે આરોપી બનાવી શકાય ?

આ મુદ્દા નું ભારતની સુપ્રીમકોર્ટે અવલોકન કરી, મુલ્યાંકન કરી દિશાનિર્દેશ જાહેર કરવો જાેઈએ આવું કેટલાક વકીલોનું માનવું છે ડાબી બાજુ ની ઇન્સેટ તસ્વીર ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટીસ નિખીલભાઈ કરીયલની છે બીજી તસ્વીર ગુજરાત હાઇકોર્ટ ની છે ત્રીજી તસ્વીર ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટીસ સમીરભાઈ દવે ની છે જેમને કવોશિંગ પીટીશન રદ કરતો ચુકાદો આપ્યો છે જયારે છેલ્લી તસ્વીર ભારત ની સુપ્રીમકોર્ટ ની છે જેમા આ કેસ નો આખરી ફેસલો આવે એવી સંભાવના હોવાનું મનાય છે.  (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા )

ભૂતકાળ માં અહિંસાવાદી મહાત્મા ગાંધી, સરદાર પટેલ વકીલ હતા અને કર્મશીલ નેતૃત્વ પણ કરતા હતા તેમની ઉપસ્થિતિમાં ક્યારેક હિંસક બનાવો બનતા હતા! છતાં તેમાં આ નેતાઓની કોઈ પ્રત્યક્ષ ભૂમિકા હતી નહિ છતાં અંગ્રેજાે દેશદ્રોહ ની કલમો લગાવતા હતા આ મુદ્દે વકીલો માં રસપ્રદ ચર્ચા?!

આ દુનિયામાં ભગવાનને યાદ કરનાર કરતા સારા કર્મ કરનારને દુનિયા વધુ યાદ કરે છે જ્યારે મહાત્માં ગાંધીએ કહ્યું છે કે ‘‘ન્યાય ની અદાલત થી પણ મોટી એક અદાલત છે’’!! જે અંતરાત્માને અવાજની આ અંતરાત્માના અવાજને અદાલતોમાં શ્રેષ્ઠ છે

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન ખાતે થયેલા કથિત ગુનાહિત કૃત્ય માં ગુજરાત હાઇકોર્ટના પૂર્વ આસીસ્ટંટ સોલિસિટર જનરલ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી આઇ.એચ. સૈયદની કવોશિંગ પિટિશનના ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી સમીરભાઈ જે દવેએ અરજદાર શ્રી આઇ.એચ સૈયદ સામે પ્રથમ દર્શનીય ગંભીર પ્રકારનો ગુનો બને છે

ત્યારે તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવી પડે એવા અવલોકને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા! ત્યારે હવે આ મુદ્દો ભારતની સુપ્રીમકોર્ટમાં પહોંચે એવી સંભાવના હોવાની ચર્ચાએ જાેર પકડયું છે ત્યારે સુપ્રીમકોર્ટમાં પિટિશન સામે નો હાઈકોર્ટનો ચુકાદો પડકારાયો હતો સુપ્રીમકોર્ટમાંથી પણ રસપ્રદ અવલોકન બહાર આવશે એવું કેટલાક કાનુન વિદો માને છે

સરકારી વકીલ મીતેશભાઇ અમીને એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે ગુનાહિત કથિત ઘટના સમયે આરોપી ઉપસ્થિત હતા અને અગાઉ ની સી. આઈ. ડી. વાળી ફરિયાદથી પણ માહિતગાર હતા જેથી આગોતરા જમીન આપવા જાેઈએ નહિ!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.