હાઇવે પર ખાડા પડતાં બાવળિયાએ PWDના એંજિનિયરને બોલાવી રિપેરીંગ કરાવ્યું
રાજકોટ-જસદણ હાઇવે (Rajkot-jasdan)પર ખાડા પડતાં કૅબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ( Kunvarji Bavaliya) રસ્તા પર ઉતર્યા.
રાજકોટ-જસદણ હાઇવે (Rajkot-jasdan)પર ખાડા પડતાં કૅબિનેટ મંત્રી (cabinet Minister) કુંવરજી બાવળિયા ( Kunvarji Bavaliya) રસ્તા પર ઉતર્યા હતા. બાવળિયાએ જ્યાં ખાડા પડ્યા હતા ત્યાં સંબંધિત એંજિનિયરને બોલાવી તાત્કાલિક ધોરણે સમારકામ કરાવ્યું હતું. કૅબિનેટ મંત્રી બાવળિયાએ આ જાણકારી જાત જ ટ્વીટર (Twitter) પર આપી હતી.
સ્થળ પર જાતે હાજર રહીને તાત્કાલીક ધોરણે રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામા આવી. (2/2) pic.twitter.com/mh0ETBfo1W
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) September 14, 2019
બાવળિયાએ ટ્વીટર પર બે પોસ્ટ મૂકી વીડિયો મૂક્યો હતો. પ્રથમ વીડિયોમાં તેમણે લખ્યું હતું કે ‘ વિછીયા, જસદણ આટકોટ થી રાજકોટને જોડતા હાઈવે રોડમા વરસાદને કારણે ઠેર ઠેર પડેલા ખાડાઓને લીધે ત્યાંથી પસાર થતા લોકો ને હાલાકીનો સામનો ન કરવો પડે તે હેતુથી P. W. D વિભાગના ડેપ્યુટી એન્જીનિયર ઝાલાભાઈ સાથે સ્થળ પર જાતે હાજર રહીને તાત્કાલીક ધોરણે રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામા આવી’
ભાજપના નેતાઓ બાદ મંત્રી પણ તંત્ર સામે મેદાને
અગાઉ ગુજરાત બીજેપીના સિનિયર નેતા અને અમદાવાદ બીજેપીના પ્રભારી આઈ. કે. જાડેજાએ અમદાવાદના એસપી રિંગ રોડ પર પડેલા ખાડાઓને લઇ ટવિટ કરતા જ ધોર નિંદ્રામાં ઊંઘી રહેલું ઔડાનું તંત્ર હરકતમાં આવી ગયું હતું. હવે બીજી તરફ આઈ. કે. જાડેજા બાદ બીજેપીના MLA રાકેશ શાહ પ્રજા લક્ષી પ્રશ્નોને લઇ મેદાનમાં આવ્યા હતા.
તેમણે બી.આર.ટી.એસ. રૂટ પર વધી રહેલા અકસ્માતોને લઇ કોરિડોરના રૂટ પર બસની સ્પીડ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકર લગાવવાની એ.એમ.સીમાં રજુઆત કરી હોવા છતાં મહાનગર પાલિકાના સત્તાધિશોએ સ્પીડ બ્રેકર લગાવવાની તસ્દી લીધી નહોતી આ મુદ્દે તેઓ આકરા પાણીએ થયા હતા.