હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસો સુપ્રીમમાં ખસેડાયા
સોશિયલ મિડિયાઃ તમામ કેસો સુપ્રીમ કોર્ટમાં ચાલશે
નવીદિલ્હી, જુદી જુદી હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલા આધાર સાથેના સોશિયલ મિડિયા પ્રોફાઇલને લિંક કરવા સાથે સંબંધિત તમામ કેસોને સુપ્રીમ કોર્ટે હવે પોતાનામાં ટ્રાન્સફર કરી દીધા છે. જÂસ્ટસ દિપક ગુપ્તા અને અનિરુદ્ધ બોસની બનેલી બેંચે ફેસબુકની અરજી ટ્રાન્સફર માટેની અરજીને સ્વીકારી લીધી હતી અને જાન્યુઆરી ૨૦૨૦ના છેલ્લા સપ્તાહમાં યોગ્ય બેંચ સમક્ષ લિસ્ટિંગ માટે ભારતના ચીફ જસ્ટિસ સમક્ષ તમામ મામલાઓને રજૂ કરવા રજિસ્ટ્રીને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે નિયમોના નોટિફિકેશન અંગે જાન્યુઆરીમાં તેનો અહેવાલ રજૂ કરવા કેન્દ્ર સરકારને સૂચના આપી દીધી છે. સોશિયલ મિડિયાના દુરુપયોગને લઇને હાલના સમયમાં વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. દુરુપયોગને રોકવા માટે શ્રેણીબદ્ધ રજૂઆતો થઇ ચુકી છે. ફેસબુક દ્વારા પણ અરજી ટ્રાન્સફર માટેની માંગ કરવામાં આવી હતી. બેંચનો આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે તર્કદાર દલીલો કરવામાં આવી છે.
તમિળનાડુ તરફથી ઉપસ્થિત રહેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે ફેસબુકની અરજીની સામે વાંધો ઉઠાવ્યો હતો. ફેસબુક તરફથી જુદી જુદી હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલા તમામ કેસોના ટ્રાન્સફરની માંગ કરીને અરજી કરવામાં આવી હતી જેનો એટર્ની જનરલ કેકે વેણુગોપાલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે, વ્યક્તિગતોની પ્રાઇવેસીને ભંગ કરવા માટે કોઇ યોજના રાખવામાં આવી નથી અને કોઇ કાવતરુ પણ નથી.
પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડતાના રક્ષણના હેતુસર આ પ્રયાસ કરવામાં આવ્યા છે. મહેતાએ કેટલાક અરજીદારોના દાવાને ફગાવી દીધા હતા જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકારના વિચારણા હેઠળ ડ્રાફ્ટ નિયમો રહેલા છે. આના કારણે વ્યક્તિગતોને તકલીફ થશે. સોશિયલ મિડિયાના દુરુપયોગને લઇને છેલ્લા કેટલાક સમયથી નિષ્ણાતો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. એવી રજૂઆત થઇ રહી છે કે, સોશિયલ મિડિયા મારફતે ડેટાનો દુરુપયોગ થઇ રહ્યો છે.
આને રોકવામાટે રજૂઆત પણ કરવામાં આવી હતી. જા કે, કેન્દ્ર સરકાર તરફથી પણ આની ખાતરી આપવામાં આવી હતી. હવે ફેસબુકની ટ્રાન્સફર માટેની રજૂઆતને સ્વીકારી લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં હવે તમામ જુદા જુદા હાઈકોર્ટમાં રહેલા મામલાઓને હાથ ધરવામાં આવશે. તમિળનાડુ તરફથી વેણુગોપાલ દલીલો કરવા ઉપÂસ્થત રહ્યા હતા.