હાઈકોર્ટમાં ર૧મીથી અને નીચલી કોર્ટમાં ૧૪ ફેબ્રુઆરીથી ફિઝીકલ કામગીરી શરૂ
(એજન્સી)અમદાવાદ, રાજયમાં કોવિડ-૧૯ અને ઓમિક્રોનના કેસ ઘટતા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા નિર્ણય લેવાયો છે. કે તમામ માર્ગદર્શીકાનું પાલન કરીને હાઈકોર્ટમાં ર૧ ફેબ્રુઆરીથી અને રાજયની નીચલી અદાલતોમાં ૧૪ ફેબ્રુઆરીથી ફીઝીકલ કામગીરી શરૂ કરાશે..
આ અંગે હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલે પરીપત્ર પણ બહાર પાડયો છે. આ અંગે નીચલી અદાલતના સંબંધિત સત્તાધીશો યોગ્ય હુકમ કરે. મહત્વનું છે કે કોરોનાની ત્રીજી લહેર રૂમીયાના રાજયમાં કેસ વધતા થોડા મહિના પહેલાં હાઈકોર્ટે તમામ નીચલી અદાલત અને હાઈકોર્ટની સુનાવણી ઓનલાઈન કરવાનો નિર્દેશ આપેલો.