Western Times News

Gujarati News

હાઈકોર્ટે GPSCને ૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

અમદાવાદ: રાજ્યની ટોચની રિક્રૂટિંગ એજન્સી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને ગુજરાત હાઈકોર્ટે તમાચો મારીને પાઠ ભણાવવા માટે રૂપિયા ૫ લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે હાઈકોર્ટે કહ્યું કે, જરૂરના સમયે દેશના યુવાઓ બેકારીના માહોલમાં ફસાયેલા છે, ત્યારે એજન્સીએ જાણી જોઈને નિયમોનું ખોટું અર્થઘટન કરીને બેરોજગાર યુવાઓના કરિયર સાથે ન રમવું જોઈએ. ગુરુવારે જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીએ જીપીએસસીનો ઉધડો લીધો હતો. કમિશનના અત્યાચારી અને વિચિત્ર અર્થઘટના કરવાના કારણે એક લાયક ઉમેદવારને અપોઈન્ટમેન્ટ મેળવવા માટે વારંવાર કોર્ટમાં જવું પડી રહ્યું હતું.

કોર્ટે એજન્સીને દંડ કરતા કહ્યું કે, ‘રિસ્પોન્ડન્ટ નં.૪એ સામેથી જાગૃત થઈને સંબંધીત અધિકારી સામે પગલા લેવા જોઈએ જે બેરોજગાર ઉમેદવારને વારંવાર કોર્ટમાં આવવા માટે મજબૂર કરે છે. કોર્ટ જીપીએસસી પાસેથી કેટલાક જરૂરી પગલાં ભરતા ગંભીર એક્શન લેવાની આશા રાખે છે. આ સમગ્ર કેસ પશુચિકિત્સા ડોક્ટર નિતેશકુમાર ચૌધરી સાથે સંબંધીત છે, જે જીપીએસસી દ્વારા ૨૦૧૮માં તૈયાર કરાયેલા પશુચિકિત્સા ઓફિસરના વેઈટ લિસ્ટમાં પહેલા નંબરે હતો. એક સિલેક્ટેડ ઉમેદવારે પોતાની નોકરી પરથી રાજીનામું આપતા આ પોસ્ટ ખાલી થઈ.

ચૌધરીએ જીપીએસસીને પોતાની ઉમેદવારી વિશે યાદ કરાવ્યું, પરંતુ કશું ન થયું. આ બાદ તે હાઈકોર્ટમાં પહોંચ્યા અને જીપીએસસીએ ખાતરી આપી કે તેઓ કોઈ એક્શન લેશે. જોકે તેમ છતાં પણ કોઈ પગલા ભરવામાં ન આવ્યા અને ચૌધરી વર્ષમાં બીજી વખત કોર્ટમાં પહોંચ્યો હતો.જીપીએસસીએ સર્ક્‌યુલરની વિવિધ જોગવાઈઓનો ઉલ્લેખ કર્યો અને એવી દલીલ કરી કે ચૌધરીની લાયકાતની આકારણવી કરવી જરૂરી છે.

ગુસ્સે થયેલા કોર્ટે નોંધ્યું કે, કોર્ટ માટે આ ખૂબ જ અચંબિત કરનારી બાબત છે કે પબ્લિક એમ્પલોયમેન્ટ સાથે જોડાયેલું કમિશન કાયદામાં દંડની મુક્તિ માટે ઈચ્છા મુજબ તેનું અર્થઘટન કરે છે. આ ખોટું અર્થઘટન કરવાના કારણે અરજકર્તા વારંવાર કોર્ટમાં પહોંચે છે અને તેને કાયદાની રીતે અપોઈનમેન્ટ મળવાના દાવાને ૧૦થી૧૧ મહિનાનો સમય વેડફાઈ ગયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.