હાઈબ્રીડ વાહનો પર ટેક્સમાં કાપ મુકવા સરકારની તૈયારી
મુંબઈ : ઓટો ઇન્ડસ્ટ્રીની હાલત કફોડી બનેલી છે ત્યારે સરકાર દ્વારા જુદા જુદા પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવી રહી છે. જીએસટી કાઉન્સિલ દ્વારા હાઈબ્રીડ વાહનો ઉપર ટેક્સમાં કાપ મુકવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે, ઓટો સેક્ટરમાં તીવ્ર મંદી પ્રવર્તી રહી છે. સરકાર દ્વારા આવા વાહનો માટે ટેક્સમાં ઘટાડો કરીને રાહત આપવા માટે તૈયારીમાં છે. તીવ્ર મંદી ઓટો ઇન્ડસ્ટ્રીમાં છે ત્યારે જીએસટી કાઉન્સિલ રાહત આપી શકે છે.
હાઈબ્રીડ વાહનોના સેગ્મેન્ટમાં રાહત આપવાની વિચારણા ચાલી રહી છે. સરકાર દ્વારા સેસને દૂર કરીને આવા વાહનો માટે રેટમાં કાપ મુકવા માટે ઇચ્છુક છે. રેટને ૪૩ ટકાથી ઘટાડીને ૨૮ ટકા લાવવાની યોજના છે. નાના અને મોટા બંને પ્રકારના વાહનો માટે આ પ્રકારની ગણતરી ચાલી રહી છે. સરકાર દ્વારા અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા હાલમાં એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે
ત્યારે હવે હાઈબ્રીડ વાહનો ઉપર ટેક્સમાં કાપ મુકવાની યોજના પર અંતિમ વાત ચાલી રહી છે. સરકાર દ્વારા રેટમાં ઘટાડાની શક્યતા ચકાસવામાં આવી રહી છે. કાઉÂન્સલની બેઠક ઉપર તમામની નજર કેન્દ્રીત થઇ છે.