હાઈવે પરથી પસાર થતા આર્મી જવાનની તબિયત લથડતા તેના સફળ ઓપરેશનની સેવા બદલ ડો. કુરેશીનું આર્મી ચીફ બ્રિગેડિયર દ્વારા સન્માન
(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ)
(પ્રતિનિધિ) વલસાડ, પુનાથી રાજસ્થાન ટ્રેનિંગમાં જઈ રહેલ આર્મી જવાનોની ગાડીના ડ્રાઈવરને પારડી બગવાડા હાઈવે પર અચાનક દુખાવો થતા તેની સારવાર પારડી હોસ્પિટલ તબીબ ડો.એમ.એમ. કુરેશીની ટીમે આંતરડાનું નિઃશુલ્ક ઓપરેશન કરી નવજીવન આપ્યું હતું અને જે કામગીરી બદલ પારડી હોસ્પિટલના ડો. કુરેશીની ટીમે ગર્વની લાગણી અનુભવી એક સૈનિકની સેવા કરવાનો મોકો મળ્યો અને તેમના હસ્તે હોસ્પિટલ ખાતે સૈનિક સંજયસીંગ રાજપૂત રહે પાલનપુર તેમજ અન્ય બે આર્મી ના જવાનોની ઉપÂસ્થતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે નિષ્ઠાપૂર્વક સેવા ડો. કુરેશીએ કરેલ હતી જે બદલ તેઓને પારડી ખાતે આર્મી ચીફ બ્રિગેડિયરના હસ્તે ડો. એમ.એમ. કુરેશીને સન્માન પત્ર આપ્યું હતું જયારે અગાઉ ઓગસ્ટ માસમાં આર્મી જવાનને આંતરડામાં દુખાવો થતા પારડી હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશન કરી માનવતા જગાવી હતી.*