હાઈ જમ્પમાં ભારતના નિષાદ કુમારે સિલ્વર જીત્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/nishad1-1024x645.jpg)
નેશનલ સ્પોર્ટ્સ ડે પર ભારતના ખાતામાં બે મેડલ આવ્યા
ટોક્યો, ટોક્યો પેરાલિમ્પિકથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. આજે ભારતના ખાતામાં બીજાે મેડલ આવ્યો છે. પુરૂષોની હાઈ જંપ ફાઇનલમાં ભારતના નિષાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે. મહત્વનું છે કે આજે સવારે ભારતને પેડલર ભાવિના પટેલે સિલ્વર મેડલ અપાવ્યો હતો.
આજે નેશનલ સ્પોર્ટ્સ ડે છે અને ભારતના ખાતામાં બે મેડલ આવી ગયા છે.પુરૂષોની હાઈ જમ્પ ફાઇનલમાં ભારતના નિષાદ કુમારે પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ અને એશિયન રેકોર્ડની બરોબરી કરવાની સાથે બીજા પ્રયારમાં ૨.૦૬ મીટરનો જમ્પ લગાવ્યો હતો.
મહત્વનું છે કે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર નિષાદ કુમાર હિમાચલ પ્રદેશના ઉનાનો રહેવાસી છે. તેણે પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆત પહેલા બેંગલુરૂના કોચિંગ કેમ્પમાં મહિનાઓ સુધી આકરી મહેનત કરી હતી. આ મહત્વના મુકાબલા પહેલા તેના ગામમાં તેના માટે દુવાઓ માંગવામાં આવી રહી હતી. મેડલ જીત્યા બાદ તેના ઘર પર ખુશીનો માહોલ છે.
નિષાદ શરૂાતથી જ સારા ફોર્મમાં જાેવા મળ્યો અને તેના પ્રથમ પ્રયાસમાં જ ૨.૦૨ મીટરનો કૂદકો લગાવ્યો હતો. ત્યારબાદ ભારતના આ પેરા એથ્લીટે ૨.૦૬ મીટરના જમ્પને બીજાે પ્રયાસમાં પાર કરી નવો એશિયન રેકોર્ડ બનાવ્યો છે.
નિષાદ ૨.૦૯ મીટરના જમ્પના ત્રણેય પ્રયાસમાં નિષ્ફળ રહ્યો, જેના કારણે તેનું ગોલ્ડ જીતવાનું સપનું અધુરૂ રહી ગયું છે. નિષાદ તે ખેલાડીઓમાંથી એક હતો, જેની પાસે ભારતને મેડલની આશા હતી.