હાઈ રિસ્કવાળા દેશોથી મહારાષ્ટ્ર પાછા ફરેલા ૬ લોકો કોરોના વાયરસ સંક્રમિત

Files Photo
મુંબઈ, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને દુનિયાભરમાં લોકોના સુખચેન પાછા છીનવી લીધા છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારબાદ ભારત સરકારે નવા વેરિએન્ટથી બચાવ માટે તૈયારીઓ તેજ કરી છે. આ બધા વચ્ચે દક્ષિણ આફ્રિકા અને અન્ય હાઈ રિસ્કવાળા દેશોથી મહારાષ્ટ્ર પાછા ફરેલા ૬ લોકો કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા છે. ત્યારબાદ પ્રશાસનની ચિંતા વધી ગઈ છે.
કોરોના વાયરસથી સંક્રમિત મળી આવેલા ૬ લોકોમાં હજુ સુધી નવા વેરિએન્ટ ઓમિક્રોનની પુષ્ટિ થઈ નથી. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે કોરોના સંક્રમિત મળી આવેલા લોકોના નમૂના જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલી દેવાયા છે અને રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે.
આ સાથે જ તેમની કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ થઈ રહી છે. આ મુસાફરો દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોથી આવેલા છે જે મુંબઈ મહાનગર પાલિકા, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાયંદર અને પુણે નગર નિગમ સીમાઓમાં મળ્યા છે. નાઈજીરિયાથી પહોંચેલા બે મુસાફરો પુણે નીજક પિંપરી-ચિંચવાડ નિગમ ક્ષેત્રમાં મળી આવ્યા છે.HS