Western Times News

Gujarati News

હાઈ-વે પર મુસાફરોને લૂંટતી મહિલા સહિતની ટોળકીએ આટલા ગુના કર્યા હતા

પ્રતિકાત્મક

વઢવાણ, સુરેન્દ્રનગર જીલ્લાના હાઈ-વે પર ટ્રક ચાલકો અને ઈકો કારના મુસાફરને લૂૃંટી લેતી મહિલા સહિતની ત્રિપૂટીને પોલીસે ઝડપી લીધી હતી. આ ત્રિપુટીએ ત્રણ માસમાં ૧૬ ગુના આચર્યાની કબુલાત કરી હતી. સુરેન્દ્રનગર જીલ્લા હાઈવે પર એક મહિલા ઉભી રહીને ટ્રકચાલકોને લલચાવતી હતી.

બાદમાં મહિલાના સાગરીતો ટ્રકચાલકને લૂંટી લઈને ફરાર થઈજતાં હતા. આ જ રીતે ઈકો કારના મુસાફરને પણ લુૃટી લેવામાં આવતા હતા.

ઉપરાઉપરી બનતા લૂૃટના બનાવ અંગે પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયાએ તાકીદે લૂૃટના ગુના ઉકેલવા સુચના આપી હતી. તેના અનુસંધાને એલસીબીના પીઆઈ ડી.એમ.ઢોલ, પીએસઆઈ વી.આર .જાડેજા અને તેની ટીમના ભૂપેન્દ્ર અજયસિંહ, સંજયસિંહ વગેરેએે લખતર બસ સ્ટેશન પાસે વૉચ રાખી હતી.

આ વૉચમાં શંકાના આધારે રતનપર બાયપાસ પાસે રહેતી મનિષા ઉર્ફે મનુ હરગોવિંદભાઈ સાડમીયા, શેખપરના વિક્રમ ભરતભાઈ ડેડવાણિયા અને મૂૃળચંદ ગામના અનિલ ચંદુભાઈની અટકાયત કરી હતી. પોલીસની આગવી ઢબની પુછપરછમાં ભાગી પડેલા

આ ત્રિપુટીએ છેલ્લા ત્રણ માસમાં સુરેન્દ્રનગર હાઈવે- અને ઈકો કારના મુસાફરોને લૂૃંટી લીધાની કબુલાત કરી હતી. અને ૧૬ જેટલા લોકો પાસેથી રોકડ રકમ અને દાગીનાની લુૃટ કર્યાનુૃ જણાવ્યુ હતુ. તેની પાસેથી રોકડ રકમ, દાગીના અને મોબાઈલ ફોન મળીકુલ રૂા.પ.ર૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.