હાઉડીમાં મોદીનો સુપર પાવર બધા દેશોએ જોયો
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ મોદીની કેમેસ્ટ્રીથી તમામ લોકો પ્રભાવિત-રંગારંગ કાર્યક્રમમાં વિવિધ કલાઓના દર્શન ઃ ભારતીયો ગર્વથી ઝુમ્યા
હ્યુસ્ટન, અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં હાઉડી મોદી કાર્યક્રમમાં મોદીએ સુપરપાવર આજે બતાવ્યો હતો. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે હાઈ પ્રોફાઇલ અને હોઇવોલ્ટેજ હાઉડી મોદી કાર્યક્રમ શરૂ થતાં સમગ્ર હ્યુસ્ટન શહેર મોદીમય બન્યું હતું. મોદીની સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કાર્યક્રમમાં ઉપÂસ્થત રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય સમુદાયના લોકોથી એનઆરજી સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું.
રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. દુનિયાના સૌથી મોટા કાર્યક્રમ તરીકે આને જાવામાં આવે છે. એનઆરજી સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકો અને ટીવી ઉપર નિહાળી રહેલા કરોડો લોકો આ કાર્યક્રમને લઇને ગર્વથી ઝુમી ઉઠ્યા હતા. વહેલી પરોઢ સુધી આ કાર્યક્રમ ચાલનાર છે. કાર્યક્રમમાં મોદી ઘણો સમય ગાળનાર છે. ભારતીય સમુદાયના કલાકારોએ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા. મોદી કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ કાર્યક્રમમાં ઉપÂસ્થત રહેવાની વાત કરી હતી.
The man who has single handedly transformed the global image of India, PM @narendramodi Ji receives a hero’s welcome in Houston,Texas. No other world leader has achieved anything close to what Modi ji did today. India had truly risen, India has truly arrived. GLOBALLY.#HowdyModi pic.twitter.com/VyVevzouxv
— Sunil Deodhar (@Sunil_Deodhar) September 22, 2019
ઇવેન્ટ માટે ખાસરીતે ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટન પહોંચ્યા હતા. તેમના ભાષણ ઉપર પણ તમામ લોકોની નજર કેન્દ્રિત રહી છે. કાર્યક્રમની શરૂઆત થયા બાદથી જ કેન્દ્રીયમંત્રીઓએ પણ પોતાના Âટ્વટર એકાઉન્ટમાં પ્રોફાઇલ બદલ્યા હતા અને પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા યુગની શરૂઆત થઇ રહી છે. અમેરિકાના ૫૦થી વધુ સાંસદો પણ ઉપÂસ્થત રહ્યા હતા. નિર્ધારિત સમય કરતા થોડાક મોડેથી આ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. ટ્રમ્પ મેરિલેન્ડથી મોડેથી રવાના થયા બાદ સ્થળ ઉપર પહોંચ્યા હતા.
હાઉડી કાર્યક્રમને લઇને કેન્દ્રીયમંત્રીઓ પણ ભારતમાં ઉત્સાહિત દેખાયા હતા. પોતાના પ્રોફાઇલ ફોટા બદલ્યા હતા. કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ પ્રોફાઇલ ફોટા બદલ્યા હતા. આ કાર્યક્રમને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. પ્રતિનિધિમંડળની સાથે ટ્રમ્પ મોડેથી પહોંચ્યા હતા. તે પહેલા અત્રે નોંધનીય છે કે, કાર્યક્રમ પહેલા કાશ્મીરી પંડિત સમુદાયના એક પ્રતિનિધિ મંડળે હ્યુસ્ટનમાં વડાપ્રધાન મોદીને મળીને વિવિધ મુદ્દા ઉપર રજૂઆત કરી હતી. કાશ્મીરી પંડિતોએ જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય લેવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
સાથે સાથે મોદીએ પણ ખાતરી આપી હતી કે, કાશ્મીરી પંડિતોના હિતમાં જે કંઇપણ પગલા લેવાની જરૂર હશે તે લેવામાં આવશે. મોદીએ કાશ્મીરી પંડિતોને કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોના લોકો ખુબ પીડા ઉઠાવી ચુક્યા છે. હવે સાથે મળીને નવા કાશ્મીરની રચના કરવા માટે અમે આગળ વધી રહ્યા છે. ૧૯૮૯-૯૦ના દશકમાં આતંકવાદી ગતિવિધિ ચરમસીમા પર હતી ત્યારે પ્રાચીન ઘરઆંગણેની જમીનથી મજબૂરીમાં નિકળીને કાશ્મીરી પંડિતોના સમુદાયના મોટી સંખ્યામાં લોકો હિઝરત કરી ગયા હતા. પંડિતોને ભારે પીડા ઉઠાવવી પડી હતી.
પરંતુ હવે વિશ્વ બદલાઈ રહ્યું છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની એનર્જી સીટી ગણાતા હ્યુસ્ટનમાં આજે ઓઇલ ક્ષેત્રની અનેક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી. એનર્જી સેક્ટરમાં ટોપ સીઈઓ સાથે બેઠકમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. ઉર્જાના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે સહકારને વિસ્તરણ આપવાના ઉદ્દેશ્યથી આ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ભારતીય કંપની પેટ્રોનેટ અને અમેરિકાની કંપની ટેલ્યુરિયન વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતિ થઇ હતી.