હાઉડી મોદીમાં ટ્રમ્પ ઘણી મોટી જાહેરાત કરી શકે છે
ટેક્સાસમાં ૫૦૦૦૦થી પણ વધારે ભારતીય સમુદાયના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશેઃ બંને દેશોમાં ઉત્સુકતા
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારના દિવસે હાઉડી મોદી ઇવેન્ટમાં એક સાથે એક મંચ પર આવનાર છે. બંને દેશોના લોકો આ ક્ષણની રાહ જાઈ રહ્યા છે. દુનિયામાં પ્રથમ વખત બે મોટી લોકશાહીના નેતા એક સાથે રેલી કરનાર છે. બીજી બાજુ એવા સંકેત મળી રહ્યા છે કે, ટ્રમ્પ પણ આ મોટી રેલીમાં કેટલાક મોટા પગલાની જાહેરાત કરી શકે છે. આ કાર્યક્રમમાં ૫૦૦૦૦થી પણ વધારે ભારતીય સમુદાયના લોકો સામેલ થનાર છે.
આ પ્રસંગ એવા સમયે યોજાઈ રહ્યો છે જ્યારે પાકિસ્તાન કાશ્મીરના મોરચા ઉપર જુઠ્ઠાણા ફેલાવવામાં વ્યસ્ત છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ અમેરિકામાં છે ત્યારે આ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. કેલિફોર્નિયાથી વોશિંગ્ટન ડીસી પરત જતી વેળા ટ્રમ્પે પત્રકારોને પ્રશ્ન કર્યો હતો કે, ટેક્સાસમાં રેલી દરમિયાન જ્યારે ભારતીય વડાપ્રધાન સાથે રહેશે
ત્યારે કોઇ મોટી જાહેરાત કરનાર છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું હતું કે, આવું શક્ય બની શકે છે. મોદી સાથે તેમના ખુબ સારા સંબંધો રહેલા છે. જા કે, આ સંદર્ભમાં તેઓએ સ્પષ્ટ વાત કરી ન હતી. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટેક્સાસમાં મોદી અને ટ્રમ્પની મુલાકાત પહેલા બંને દેશોના અધિકારી એક વેપાર સમજૂતિને આખરી ઓપ આપવામાં લાગેલા છે.
ટ્રમ્પે આ બાબતની ફરિયાદ કરી હતી કે, અમેરિકી પેદાશો ઉપર ભારત વધારે ચાર્જ લાગૂ કરે છે જેને ચલાવી લેવાશે નહીં. ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કારોબારમાં વધારો થયો છે. જૂનમાં અમેરિકાએ ભારતને વધારે મહત્વ આપ્યા વગર જીએસપી વ્યવસ્થાને ખતમ કરી હતી. હવે અમેરિકાના સાંસદો જ કહી રહ્યા છે કે, આ વ્યવસ્થા ફરી શરૂ કરી દેવી જાઇએ. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો આનાથી વધુ મજબૂત બની શકે છે.