હાઉસફુલ-૪ મોંઘી કોમેડી ફિલ્મ તરીકે રહેશે
મુંબઇ, હાઉસફુલ સિરિઝ ચાહકોની સૌથી પસંદગીની સિરિઝ બની ચુકી છે. આના તમામ પાર્ટ લોકોને પસંદ પડી રહ્યા છે. તેના તમામ ભાગો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ ચુક્યા છે.
હાલમાં એક મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાઉસફુલ-૪ બોલિવુડની સૌથી મોટી અને મોંઘી કોમેડી ફિલ્મ તરીકે રહેશે. સુત્રોના કહેવા મુજબ ફિલ્મના સ્ટાર કાસ્ટ ખુબ વધારે છે. ફિલ્મના નિર્દેશક બદલાઇ ગયા બાદ બંનેને પેમેન્ટ કરવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે ફિલ્મના નિર્દેશક પહેલા સાજિદ ખાન કરી રહ્યા હતા જા કે હવે આ ફિલ્મ ફરહાદ સામજી બનાવી રહ્યા છે. એટલુ જ નહીં બલ્કે નાના પાટેકરને પણ બદલી દેવામાં આવ્યા છે. આ કોમેડી ફિલ્મ ફેરજન્મ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ માટે બે સિનેમાટોગ્રાફર કામ કરી રહ્યા છે.
જે ૧૬મી સદીની સાથે સાથે ૨૧મી સદીને દર્શાવશે. ફિલ્મના ગીતો માટે સાત સંગીતકાર કામ કરી રહ્યા છે. આના ગીતો જુદા જુદા સ્થળો પર બની રહ્યા છે. ફિલ્મના રિશુટ પણ થયા છે. અત્રે નોંધનીય છે કે હાઉસફુલ-૪ ફિલ્મમાં રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ ખરબંદા અને પુજા હેગડે નજરે પડનાર છે.
બોમન ઇરાની, નવાજુદ્દીન સિદ્દીકી દેખાશે. ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા દેખાઇ રહી છે. અગાઉની તમામ કોમેડી ફિલ્મ જારદાર રીતે સફળ પુરવાર થઇ છે. ફિલ્મની રજૂઆતને લઇને ભારે ઉત્સુકતા દેખાઇ રહી છે. ફિલ્મ મલ્ટીસ્ટારર હોવા છતાં ફિલ્મમાં અક્ષય કુમારની કોમેડી જાવા માટે ચાહકો ઉત્સુક છે.
રિતેશ દેશમુખ પણ કોમેડી ફિલ્મોમાં હમેંશા ચાહકોને પસંદ પડે છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ પણ ચાહકોને પસંદ પડી જશે તેમ તમામ ફિલ્મ સાથે જાડાયેલા લોકો માની રહ્યા છે.