Western Times News

Gujarati News

હાટકેશ્વરમાં સાસરીયાઓએ જમાઈના ભાઈની કરેલી હત્યા

હાટકેશ્વર વિસ્તારમાં મોડી રાત્રે બનેલો ચોંકાવનારો બનાવઃ પત્નિને  શોધવા નીકળેલા જમાઈ સાથે બોલાચાલી કરી સાસરિયાઓએ કરેલો  સશ્ત્ર હુમલો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના  પગલે નાગરિકો અસલામતીની લાગણી અનુભવી રહયા છે. શહેરમાં ઠેરઠેર ગંભીર ગુનાઓની હારમાળા સર્જાઈ રહી છે. તસ્કરો અને લુંટારુઓને મોકળુ મેદાન મળ્યુ છે આ પરિસ્થિતિના માં પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. અમદાવાદ શહેરમાં ગઈકાલ મોડી રાત્રે ચોંકાવનારી ઘટના ઘટી હતી.

જેમાં અમરાઈવાડી વિસ્તારમાં બે સાળા તથા સસરાએ અને અન્ય એક સાગરિતે બનેવી તથા તેના પરિવારજનો ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી બનેવીના ભાઈની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાંખતા તથા બનેવી અને અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડતા સનસનાટી મચી ગઈ છે.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પારિવારિક ઝઘડામાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ચારેય આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળી રહયું છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના અમરાઈવાડી, ખોખરા તથા તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના  પર સવાલો ઉઠવા લાગ્યા છે  આ વિસ્તારોમાં અવારનવાર હુમલા તથા ગંભીર પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. સાંજ પડતાં જ ગુનેગારોનું શાસન હોય તેવા દ્રશ્યો જાવા મળી રહયા છે. આ દરમિયાનમાં અમરાઈવાડી વિસ્તારમાં વધુ એક ગંભીર ઘટના ઘટી હતી.

અમરાઈવાડી વિસ્તારના હાટકેશ્વરમાં લાલબંગલા પાસે નાડીયાવાડ નજીક વર્માજીની ચાલીમાં રહેતા અવધેશકુમાર રામકિશન પ્રજાપતિ નામના એક રપ વર્ષના યુવકના લગ્ન તાજેતરમાં જ થયા હતાં. વટવા વિસ્તારમાં આવેલા શ્રીરામનગરમાં રહેતા બાજીલાલ પ્રજાપતિની પુત્રી સાથે અવધેશકુમારના લગ્ન થયા છે. બાજીલાલનો એક પુત્ર રાજુ તેની સાથે વટવામાં જ રહે છે જયારે બીજા પુત્ર નિર્માણ ઉર્ફે પ્રદિપ અવધેશકુમારની બાજુમાં જ વર્માજીની ચાલીમાં રહે છે.

લગ્નજીવન બાદ ગઈકાલે અચાનક જ અવધેશકુમાર તેના સાસરે તપાસ કરવા ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે તેની પત્નિ  ક્યાંક જતી રહી છે તેથી તેને શોધવા આવ્યો છે જેના પરિણામે અવધેશકુમારના સસરા તથા તેના બંને સાળાઓ ઉશ્કેરાયા હતાં આ અંગેની જાણ થતાં જ બાજીલાલ પ્રજાપતિ તેના બંને પુત્રો રાજુ અને નિર્માણ તથા રાજુનો એક મિત્ર વર્માજીની ચાલીમાં એકત્ર થયા હતાં.

રાત્રે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ ચારેય શખ્સોએ ભેગા થઈ અવધેશકુમારના ઘરમાં ઘુસી ગયા હતા અને ઘરમાં તોડફોડ શરૂ કરી હતી આ દરમિયાનમાં બોલાચાલી વધુ ઉગ્ર બનતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં. નિર્માણે લાકડીઓથી અવધેશકુમાર ઉપર હુમલો કર્યો હતો. આ દરમિયાનમાં અવધેશનો ભાઈ આદેશ વચ્ચે પડયો હતો.

મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા બાદ પોતાના ભાઈ અવધેશને બચાવવા વચ્ચે પડેલા આદેશ ઉપર રાજુએ હુમલો કર્યો હતો અને પોતાની પાસેનું ચપ્પુ કાઢી આદેશના શરીર ઉપર સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા હતાં જેના પરિણામે આદેશ લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો. આ ઘટનાથી ભારે હોહામચી ગઈ હતી.

આદેશ ઢળી પડતા જ ચારેય આરોપીઓ ભાગી છુટયા હતાં. જાકે મારામારી દરમિયાન આદેશનો પિતરાઈભાઈ રામકુમાર પણ વચ્ચે પડયો હતો તેના ઉપર પણ અવધેશના સાસરિયાઓએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

એકત્ર થયેલા લોકોએ અવધેશકુમારના ઘરની અંદર તપાસ કરતા તેઓ ચોંકી ઉઠયા હતાં આદેશ લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલો હતો જયારે અવધેશ અને રામકુમારને ગંભીર ઈજાઓ જાવા મળતી હતી જેના પગલે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ કરતા આદેશનું સ્થળ પર જ મોત નીપજયું હોવાનું બહાર આવ્યું હતું.

જયારે અવધેશ અને રામકુમારને સારવાર આપવામાં આવી હતી. સામાન્ય બાબતની બોલાચાલીમાં ઉશ્કેરાયેલા સાસરિયાઓએ જમાઈના પરિવાર પર કરેલા સશ† હુમલાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં.
પોલીસે આદેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો જયારે ઈજાગ્રસ્ત અવધેશકુમારની પુછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી જેના પગલે અમરાઈવાડી પોલીસે અવધેશકુમારના સસરા બાજીલાલ પ્રજાપતિ તથા તેના બંને સાળા રાજુ અને નિર્માણ તથા રાજુનો મિત્ર વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવાનો આદેશ કરતા પોલીસની જુદી જુદી ટીમોએ ગણતરીની મીનીટોમાં તપાસ કરી મોડીરાત સુધીમાં ચારેય આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.