હાથની કપાયેલી ત્રણ આંગળીઓને પેન્ટના ખિસ્સામાં નાંખી હોસ્પિટલમાં ભટકતો રહ્યો યુવક
મુઝફ્ફરનગરઃ ક્યારેક સરકારી આરોગ્ય વિભાગ બેદરકારી દાખવતું હોય એવી અનેક ઘટના છાસવારે બનતી રહે છે. ત્યારે વધુ એક ઘટના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પ્રકાશમાં આવી છે. અહીં સરકારી હોસ્પિટલમાં રાત્રે 12 વાગ્યે એક વ્યક્તિ ડાબા હાથની ત્રણ આંગળીઓ ખીસ્સામાં રાખીને સારવાર માટે ભટકતો રહ્યો પરંતુ કોઈએ તેની સારવાર ન કરી. ત્યારબાદ આવેલા ડોક્ટરે તેમની સારવાર કરી હતી. સવારે પીડિત પોલીસ સ્ટેશન પહોંચીને પોતાના ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે લતીબગઢ નિવાસી સેઠપાલ મંગળવારે સવારે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું. ભત્રિજા અને તેના બે સાથીઓએ તેના ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો.
જેના કારણે ડેના ડાબા હાથની આંગળીઓ કપાઈ ગઈ હતી. પીડિતનું કહેવું છે કે સોમવારે રાત્રે તેના ભત્રિજાને ચારો કાપવાનું કહ્યું હતું. જેનાથી તે નારાજ થયો હતો. ત્યારબાદ તેણે પોતાના મિત્રો સાથે મળીને તલવાર વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં ડાબા હાથની ત્રણ આગળીઓ કપાઈ ગઈ હતી. જેને પેન્ટના ખીસ્સામાં લઈને સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં દોઢ કલાક સુધી સારવાર મળી ન હતી. ત્યારબાદ હાજર કર્મચારીને 20 મિનિટ ડોક્ટર આવવાની વાત કરી હતી.
પરંતુ દોઢ કલાક સુધી કોઈ સારવાર મળી ન હતી. સીએમઓ વીર બહાદુર ઢાકાના જણાવ્યા પ્રમાણે ડો. દિગ્વિજયની ડ્યૂટી પર ન હોવાની જાણકારી મળી હતી. આ અંગે તપાસ કરવામાં આવશે. બીજી તરફ થાના પ્રભારી પ્રભાત કૈતુરાના જણાવ્યા પ્રમાણે ફરિયાદના આરાધે કેસ નોંધીને કાર્યવાહી હાથધરી છે.