Western Times News

Gujarati News

હાથમાં પહેરવાના ગ્લોઝ બનાવતા વહેપારી સાથે રૂ.ર૪ લાખની છેતરપીંડી

અમદાવાદ: દેશભરમાં કોરોનાની મહામારીના પગલે નાગરિકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે કેટલાક નિર્ણયો લીધા છે નાગરિકો આ વાયરસને ફેલાતો અટકાવવા માટે જાતે જ હેન્ડ સેનીટાઈઝર તથા હાથમાં પહેરવાના ગ્લોઝનો ઉપયોગ કરવા લાગ્યા છે તેના પરિણામે તેની માંગમાં સતત વધારો થતા ગઠીયાઓ પણ સક્રિય બન્યા છે કોરોના સામે ઉપયોગમાં લેવાતી વસ્તુઓની છેતરપીંડીની ઘટનાઓ વધવા લાગી છે

આવી જ એક ફરિયાદ માધવપુરા પોલીસ સ્ટેશનમાં બની છે જેમાં આરોપીઓએ એક વહેપારીને હાથના ગ્લોઝ બનાવવાનો ઓર્ડર આપી માલ મેળવી લીધા બાદ રૂ.ર૪ લાખ ઉપરાંતની છેતરપીંડી આચરતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને આરોપીઓના મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના પગલે અનેક નાગરિકો તેનો ભોગ બની રહયા છે

કોરોનાથી બચવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉન પણ જાહેર કર્યું હતું આ ઉપરાંત સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે સાથે સાથે નાગરિકો પોતે પણ આ રોગચાળા સામે એલર્ટ થઈ ગયેલા છે મોઢા પર માસ્ક પહેરવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે જયારે મોટાભાગના નાગરિકો આનો ચેપ ન લાગે તે માટે હાથમાં ગ્લોઝ પહેરીને ફરી રહયા છે જેના પગલે માસ્ક, ગ્લોઝ અને હેન્ડ સેનીટાઈઝરની માંગમાં અસહ્ય વધારો થયો છે

આ પરિસ્થિતિમાં  કેટલાક વહેપારીઓ સાથે માલ લીધા બાદ ગઠીયાઓ છેતરપીંડી આચરવા લાગ્યા છે જેના પગલે વહેપારીઓ પણ હવે સતર્ક બની ગયા છે. પરંતુ વર્તમાન લોકડાઉન બાદ ધંધા રોજગાર પુનઃ ધબકતા થતાં કેટલાક વહેપારીઓ ગઠીયાઓની જાળમાં ફસાઈ જાય છે શહેરના શાહીબાગ વિસ્તારમાં મલ્લીનાથ સોસાયટીમાં રહેતા મોહિત મહેતા પર તા.૧૮મીના રોજ સાંજના સમયે ફોન આવ્યો હતો મોહિત મહેતાનું મહેશ્વરી મીલ સાયોના એસ્ટેટમાં ઉત્પાદન એકમ આવેલુ છે.

મોહિત મહેતા પર સૌ પ્રથમ કોમલ વોરા નામના શખ્સનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ અન્ય ત્રણ શખ્સોએ તેમને ફોન કર્યા હતા જેના પગલે મોહિત ભાઈએ આ શખ્સોને રૂ.ર૪.૩૬ લાખના ગ્લોઝ આપ્યા હતા પરંતુ માલ મળી ગયા બાદ આરોપીઓએ મોહિત ભાઈને રૂપિયા નહી ચુકવતા આખરે મોહિતભાઈએ આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ અધિકારીએ આરોપીઓના ફોન નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.