Western Times News

Gujarati News

હાથરસની ગેંગરેપ પીડિતાનું દિલ્હીની એમ્સમાં મોત થયું

લખનૌ, યુપીના હાથરસમાં હેવાનિયતનો શિકાર બનેલ દલિત ગુડિયા જીંદગીનો જંગ હારી ગઇ હૈવાનોએ ગેંગરેપ બાદ તેમની જીભ પણ કાપી દીધી હતી તેમની ઘટના બાદ તે એક અઠવાડીયાથી વધુ બેભાન રહી હતી સોમવારે તેની હાલત ખરાબ થઇ હતી અને કિશોરીને એમ્સ દિલ્હી લઇ જવામાં આવી હતી અને આજે સવારે લગભગ ચાર વાગે તેણે અંતિમ શ્વાસ લીધા હતાં. મેડિકલ પરીક્ષણમાં જાણવા મળ્યુ હતું કે યુવકોએ ગેંગરેપ બાદ પીડિતાની પગનું હાડતુ તોડી પાડવામાં આવ્યું હતું. પોલીસે છેડછાડના આરોપમાં આ મામલામાં એફઆઇઆર દાખલ કરી હતી ૨૧ સપ્ટેમ્બરે કિશોરીના ભાનમાં આવ્યા બાગ કરવામાં આવેલ ડોકટરી પરીક્ષણ દરમિયાન મેડિકલ રિપોર્ટમાં ગેંગરેપની પુષ્ટી થઇ હતી ત્યારબાદ મામલાએ જાેર પકડયું હતું પીડિતાના હોશમાં આવવા પર એ પણ બતાવ્યું હતું કે આરોપીઓએ તેની જીભ પણ કાપરી નાખી હતી જેથી તે લોકોને ઘટનાની બાબતમાં બતાવી ન શકે.

હાથરસના પોલીસે ચંદપા વિસ્તારના ગામમાંથી ૧૪ સપ્ટેમ્બરે ચાર દબંગ યુવકોને ૧૯ વર્ષની દલિત યુવતી સાથે બજારના ખેતરમાં ગેંગરેપ કર્યો હતો આ મામલે પોલીસે બેદરકારી ભરેલ વલણ અપનાવ્યું હતું. રેપની ધારાઓમાં કેસ ના દાખલ કરતા છેડછાડના આરોપમાં એક યુવકતિને હિરાસતમાં લીધો ત્યારબાગ તેમની વિરૂધ્ધ હત્યાના પ્રયાસમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.  ઘટનાના નવ દિવસ બાદ પીડિતા હોશમાં આવી તો પોતાની સાથે થયેલ આપબીતી પોતાના પરિવારજનોને બતાવી જયારે પીડિતાનું ડોકટરી પરીક્ષણ થયું તો તેમાં ગેંગરેપની પુષ્ટી થયા બાદ હાથરસ પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી બાદમાં એક વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.પીડિતાના મોત બાદ હોસ્પિટલની બહાર ભારે હંગામો થયો હતો. લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.