હાથરસની તપાસ સીબીઆઇ પાસે કરાવવાની માંગ કરતા માયાવતી
લખનૌ, ઉત્તરપ્રદેશના હાથરસ જીલ્લામાં દલિત યુવતી સાથે ગેંગરેપનો મામલો હવે રાજનીતિ બની ગયો છે. એક તરફ સમગ્ર દેશ આરોપીઓને સજા આપવા માટે દેશભરમાં પ્રદર્શન કરી રહ્યાં છે ત્યાં રાજનીતિક પક્ષ યુપી સરકારને ઘેરી રહી છે બસપા સુપ્રીમો માયાવતીએ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી સવાલ પુછતા રાષ્ટ્રપતિને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.
માયાવતીએ ટ્વીટ કરી લખ્યું કે હાથરસ જધન્ય ગેંગરેપ કાંડને લઇ સમગ્ર દેશમાં જબરજસ્ત આક્રોશ છે તેની શરૂઆતી તપાસ રિપોર્ટથી જનતા સંતુષ્ટ લાગતી નથી આથી આ મામલાની તપાસ સીબીઆઇ કે માનનીય સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ થવી જાેઇએ બસપાની આ માંગ છે.
માયાવતીએ લખ્યું કે દેશના માનનીય રાષ્ટ્રપતિ યુપીથી આવે છે અને એક દલિત હોવાને કારણે આ પ્રકરણમાં ખાસ કરી સરકારના અમાનવીય વલણને ધ્યાનમાં રાખી પીડિત પરિવારને ન્યાય આપવા માટે હસ્તક્ષેપ કરવા તેમણે વિનંતી કરી હતી. એ યાદ રહે કે ૧૪ સપ્ટેમ્બરે યુપીમાં હાથરસમાં એક દલિત યુવતી સાથે હેવાનિયત કરવામાં આવી હતી.પીડિતાનું બાદમાં મૃત્યુ થયું હતું.HS