હાથરસમાં ગેંગરેપ જેવી ક્રુરતા કયારે રોકાશે: અક્ષયકુમાર

મુંબઇ, ઉત્તરપ્રદેશના હાથરસમાં બે અઠવાડીયા પહેલા રેપનો શિકાર બનેલ ૨૦ વર્ષની મહિલાનું આજે મૃત્યુ થતાં તેનો ગુસ્સો બોલીવુડમાં પણ જાેવા મળ્યો હતો અક્ષયકુમારે પણ હાથરસની ઘટનાને લઇ ટ્વીટ કર્યું છે. અક્ષય કુમારે પોતાના ટ્વીટમાં આ મામલા પર ગુસ્સો વ્યકત કરતા લખ્યું કે હાથરસમાં ગેંગરેપ જેવી ક્રુરતા કયારે રોકાશે. આપણા કાનુનોને વધુ કડક બનાવવા જાેઇએ જેથી બળાત્કારી ભયને કારણે ધ્રુજી ઉઠે તેમની આ ટ્વીટ ખુબ વાયરલ થઇ રહી છે.
અક્ષયકુમારે કહ્યું કે હું ગુસ્સામાં અને નિરાશ છું હાથરસમાં ગેંગરેપ જેવી ક્રુરતા કયારે અટકશે આરોપીઓને ફાંસી આપી દેવી જાેઇએ પુત્રીઓ અને બહેનોની સુરક્ષા માટે અવાજ ઉઠાવો ઓછામાં ઓછું આ તો કરી શકીએ છીએ અક્ષયકુમાર ઉપરાંત સ્વરા ભાસ્કર કંગના રનૌત મીરા ચોપડા ઋચા ચઢ્ઢા રિતેશ દેશમુખ અને અનેક કલાકારોએ હાથરસની ઘટનાને લઇ ટ્વીટ કર્યું છે. હાથરસમાં ગેંગરેપની શિકાર થયેલી મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી અને તેની આઇસીયુમાં સારવાર ચાલી રહી હતી કહેવાતી રીતે તેના ગામમાં લગભગ બે અઠવાડીયા પહેલા ચાર પાંચ લોકોએ મળી તેની સાથે ગેંગરેપ કર્યો હતો પીડિતાની હાલત ખુબ નાજુક હતી તેના શરીરમાં અનેક જગ્યાએ ફેકચર થયા હતાં અને તેની જીભ પણ કાપી લેવામાં આવી હતી. મામલામાં તમામ ચાર આરોપી જેલમાં છે. ૨૦ વર્ષની પીડિતા પર ૧૪ સપ્ટેમ્બરે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી તેને ખેતરમાં લઇ ગયા હતાં.તે સમયે તો પોેતાના પરિવાર સાથે ધાસ કાપતી હતી.HS
![]() |
![]() |