હાથરસમાં દીકરીની છેડતીની ફરિયાદ કરનાર પિતાની આરોપીઓએ ગોળી મારી હત્યા કરી
લખનૌ: ઉત્તર પ્રદેશના હાથરસમાં દીકરીની છેડતીની ફરિયાદ કરવી પિતાને મોંઘી પડી. આરોપીઓએ યુવતીના પિતાની ગોળી મારી હત્યા કરી દીધી.
હકિકતમાં પિતા અમરીશે દીકરીની છેડતી કરનારાઓની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેનાથી ચિડાયેલા દબંગોએ મોડી રાતે ગોળી મારી ફરિયાદીની હત્યા કરી નાંખી હતી. હાથરસ જિલ્લાના થાના સાસની વિસ્તારના ગામ નૌજરપુરમાં સોમવારે સાંજે પોતાના ખેતરમાં બટાકાની ખેતી કરી રહેલા અમરીશ પર ચાર લોકોએ ફાયરિંગ કર્યુ હતુ. ગોળીઓથી ઘાયલ અમરીશનું હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં મોત નિપજ્યું હતુ. ફાયરિંગથી ખેતરમાં કામ કરી રહેલા મજૂરોમાં ભાગદોડ મચી ગઈ હતી.
જ્યારે દીકરી ભાગીને હોસ્પિટલ પહોંચી ત્યાં મૃતક પિતાને જાેઈ સ્તબ્ધ થઈ ગઈ. અને દીકરીની અંદરની વાત હોસ્પિટલમાં રહેલા લોકોની સામે આવી ગઈ. પોલીસ પાસે ન્યાયની માંગણી કરી. યુવતીનું કહેવું છે કે મારી સાથે છેડતી કરનારાની સામે પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ વાતને લઈને તેમણે મારા પિતાને ગોળીમારી હત્યા કરી દીધી છે. ત્યારે ગોળી મારનારનું નામ ગૌરવ શર્મા જણાવ્યું હતુ. જેણે ૩ સાથીઓની સાથે મળી ફાયરિંગ કર્યુ છે.
આ ઘટનાને લઈને કોંગ્રેસએ યૂપી સરકાર પર નિશાનો સાધ્યો છે. યુપી કોંગ્રેસે ટ્વીટ કર્યુ. યોગી આદિત્યનાથ સુઈ રહ્યા છો તો જાગી જાઓ અને જાેવો કે તમારા જંગલરાજની તસવીર. રાજ્યની દીકરી રોઈ રોઈને ન્યાય માંગી રહી છે. ક્યાં છે એ મિશન શક્તિ વાળો ફાટેલો ઢોલ જેને અનેક મહિનાથી વગાડી રહ્યા છો. હાથરસમાં દીકરની છેડતીના ફરિયાદ પર ખેડૂત પિતાને ૧૦ રાઉન્ડ ફાયરિંગ કરી મારી નાંખ્યા.