Western Times News

Gujarati News

હાથરસ ઉપર ષડયંત્ર સફળ નહીં થાય: યોગી આદિત્યનાથ

લખનઉ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું કે ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં બની રહેલા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના નામ પર રાખવામાં આવશે. આ સાથે જ તેમણે હાથરસ કેસને હાથો બનાવીને રાજ્યમાં માહોલ બગાડવાના રચાઈ રહેલા ષડયંત્ર પર કહ્યું કે અમે કોઈ પણ ષડયંત્ર સફળ થવા દઈશું નહીં. અયોધ્યા એરપોર્ટનું નિર્માણ કાર્ય આગામી વર્ષ ડિસેમ્બર સુધીમાં પૂરું કરી લેવાશે. ભવિષ્યમાં તેને આંતરરાષ્ટ્રીય સ્તરનો દરજ્જો પણ આપવામાં આવશે તથા રાજ્યનું પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામના નામ પર આધુનિક એરપોર્ટનું નિર્માણ થશે. આ સાથે જ યોગી આદિત્યનાથે રાજ્યમાં ષડયંત્ર રચતા લોકો પર કહ્યું કે ‘જાતિ ધર્મ પર લોકોને વહેંનારા આજે પણ વિભાજનમાંથી ઊંચા આવતા નથી. લોક કલ્યાણ આ લોકોને ગમતું નથી. ષડયંત્ર પર ષડયંત્ર રચી રહ્યા છે. હવે ધીરે ધીરે એક પછી એક વાત સામે આવી છે અને તોફાનો કરાવવાની વાતો કરે છે.’ તેમણે કહ્યું કે ગરીબની લાશ પર રાજકારણ રમનારા લોકોના ચહેરા ઓળખો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે “અમે કોઈ પણ કાવતરું સફળ થવા દઈશું નહીં. અમે કોઈના ભરોસા સાથે કોઈને પણ રમત કરવાની મંજૂરી નહીં આપીએ.” તેમણે વધુમાં કહ્યું કે “અમે કોઈ પણ ષડયંત્રને સફળ નહીં થવા દઈએ. આ સાથે જ અમે એવા લોકો પર કડક કાર્યવાહીકરીશું, જે સમાજમાં વિદ્વેષ પેદા કરીને વિકાસ રોકવા માંગે છે.”SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.