હાથરસ કાંડ: આગ્રામાં વિવાદ વાલ્મિકી સમાજ અને પોલીસ વચ્ચે પથ્થરમારો
આગ્રા, હાથરસ ગેંગરેપકાંડને લઇ યુપીના આગ્રામાં આજે ભારે વિવાદ થયો હતો આ દરમિયાન વાલ્મિકી સમાજના લોકો અને પોલીસ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક સ્તરપર કહેવાતી રીતે ગેંગરેપના મામલાને લઇ પ્રદર્શન થયુ હતું બે દિવસ પહેલા વાલ્મિકી સમાજના લોકો ખાસ કરીને શહેરમાં સાફ સફાઇ કરનારાઓએ કહ્યું હતું કે તે શહેરમાં કચરો ઉઠાવશે નહીં એટલા માટે કારણ કે તે આ મામલામાં પ્રદેશ સરકારના વલણથી નારાજ છે તેમનું કહેવુ હતું કે જે રીતે યોગી સરકારે મામલાને હૈંડલ કર્યું તે ઠીક પધ્ધતિ ન હતી.
રિપોર્ટ અનુસાર આજ કારણ હતું કે આ લોકો ન તો સફાઇ કરી રહ્યાં હતાં અને ન તો ત્યાં નગર નિગમની ગાડીઓ કચરો ઉઠાવવા માટે આવવા દેતા હતાં આને લઇ બાદમાં પથ્થરમારો થયો જાે કે થોડીવારમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ્રા સીટીના એસપી બીઆર પ્રમોદે જણાવ્યું હતું કે પોલીસે સ્થિતિ પર અંકુશ મેળવી લીધો હતો અને પોતાની નજર બનાવી રાખી છે અમારી સાઇબર ટીમ સોશલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ પણ ચેક કરીરહી છે મારી તમામને અપીલ છે કે લોકો શાંતિ બનાવી રાખે.
પૂર્વ કોંગ્રેસ વડા રાહુલ ગાંધી અને તેમના બેન પ્રિયંકા ગાંધી સાંસદોના પ્રતિનિધિ સાથે હાથરસ પહોંચ્યા હતાં. કોંગ્રેસનું કહેવુ છે કે અમારો હેતુ ફકત પરિવારથી મળવાનો છે અને તેમની ફરિયાદ સાંભળવાનો છે. જાે કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે જનતા એ સમજે છે કે રાહુલ ગાંધીની હાથરસની કુચ રાજનીતિ માટે છે ન્યાય માટે નહીં જાે કે કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી મોદીના મંત્રીને પુછયુ સ્મૃતિ ઇરાની ફકત એટલું બતાવે આદિત્યનાથને બગડીયો કયારે ભેટ કરવામાં આવશે બીજીબાજુ હાથરસમાં બેરિકેટ લગાવી સુરક્ષા વધારી દેવામાં આવી છે.HS