Western Times News

Gujarati News

હાથરસ કાંડ મામલે હાઇકોર્ટના આદેશ આશાનું કિરણ: પ્રિયંકા

નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના હાથરસ જીલ્લાના ચંપદા વિસ્તારની સામૂહિક દુષ્કર્મનો શિકાર થયેલ પીડિતાના મોત બાદ શરૂ થયેલી રાજનીતિ અટકવાનું નામ લઇ રહી નથી આ ધટનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે આ દરમિયાન જીલાધિકારીની એક વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થઇ રહી છે ડીએમ પ્રવીણકુમાર લક્ષકાર વીડિયોમાં તે પુત્રીના પરિવારને ધમકાવતા નજરે પડી રહ્યાં છે.

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટ કરી લખનૌ હાઇકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે તેમણે ટ્‌વીટ કરતા લખ્યું કે લખનૌ હાઇકોર્ટનો એક મજબુત અને ઉત્સાહજનક આદેશ આપ્યો છે.  સમગ્ર દેશ હાથરસ દુષ્કર્મ પીડિતા માટે ન્યાયની માંગ કરી રહ્યુ છે યુપી સરકાર દ્વારા તેના પરિવારની સાથે કરવામાં આવેલ અમાનવીય અને અન્યાયપૂર્ણ વ્યવહારની વચ્ચે હાઇકોર્ટના આદેશ આશાનું કિરણ છે.

એ યાદ રહે કે અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચે હાથરસની ઘટના જાતે ધ્યાનમાં લઇ કડક વલણ અપનાવ્યું છે કોર્ટે આ મામલે ઉત્તરપ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ અને હાથરસના ડીએમ અને એસપીને નોટીસ જારી કરી બોલાવ્યા છે.
કોર્ટે હાથરસની ધટના પર પોલીસ અને પ્રશાસનના કૃત્ય પર ગંભીર ચિંતા વ્યકત કરતા કડક નિર્દેશ જારી કર્યા છે કોર્ટ પ્રમુખ સચિવ ગૃહ ડીજીપી એડીજી કાનુન અને વ્યવસ્થા હાથરસ ડીએમ અને એસપીને નોટીસ જારી કરી તેમને આગામી સુનાવણી પર હાજર રહેવા કહ્યું છે. અદાલતે એ પણ કહ્યું કે અધિકારી કોર્ટમાં મામલા સાથે સંબંધિત દસ્તાવેજાેની સાથે હાજર થાય.
જયારે કેન્દ્રીય મંત્રી અને રિપલબ્લિકન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલે હાથરસમાં દલિત પુત્રીની હત્યાના મામલે આવતીકાલે ત્રણ ઓકટોબરે રાજયપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત કરશે
પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પવનકુમાર ગુપ્તાએ કહ્યું કે અઠાવલે યોગી આદિત્યનાથથી હાથરસ ઘટનાના દોષિતની વિરૂધ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી દોષીતોને ફાંસીની સજા અપાવવાની માંગ કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.